7માં પગાર પંચ મુદ્દે તમામ કર્મચારીઓ કરશે હડતાળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા આશરે 925 જેટલા કર્મીઓને 7માં પગાર પંચનો લાભ મળ્યો નથી.

આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ દર વખતે આર્થિક સ્થિતી નબળી હોવાનું ગાણું ગાઇ મનપા આ માંગણીને ઠૂકરાવી દે છે. ત્યારે હવે આ મામલે અંતિમ દાવ ખેલવા મનપાના કર્મચારી સંઘ,સફાઇ કામદાર મંડળ અને મ્યુનિસીપલ એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મનપાને15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવશે.

આ દિવસો દરમિયાન તબક્કાવાર સુત્રોચ્ચાર, પ્રતિક ઉપવાસ, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવશે. 15 દિવસ બાદ પણ સાતમાં પગાર પંચની અમલવારી કરવામાં નહિ આવે તો મનપાના તમામ યુનિયનો તેમજ સભ્યો, કર્મચારીઓ દ્વારા આવશ્યક સેવાઓ બંધ કરી અચોક્કસ મુદ્દતની હડતાળ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...