વેરાવળ-પાટણ સંયુક્ત પાલિકાને 67 વર્ષ પૂર્ણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોરઠના પ્રાચિન ઈતિહાસના જીવંત વારસાસમી અને આજે \\\'સેવા સદન\\\' નામે ઓળખાતી વેરાવળ -પાટણ સંયુક્ત નગરપાલિકા આજે 68 માં વરસમાં પ્રવેશ કરે છે. વેરાવળમાં જૂનાગઢ સ્ટેટ તરફથી તા 1 સપ્ટેમ્બર 1934 ના શહેર સુધરાઇ આપવામાં આવી હતી. જેના પ્રમુખ તરીકે વેરાવળ પોર્ટના મુખ્ય અધિકારી પોર્ટ ઓફીસર રહેતા અને બાકીના સભ્યોની પણ સ્ટેટ તરફથી નિમણુંક કરવામાં આવતી હતી. સને 1947 મા દેશ સ્વતંત્ર થતાં જૂનાગઢ રાજ્ય ભારતીય સંઘ સાથે જોડાણ થયું અને સન 1950 માં વેરાવળ પ્રજાકીય શહેર સુધરાઇ આપવામાં આવી જેમાં ચૂંટણી દ્વારા સભ્યોની પસંદગી થઈ અને શહેર સુધરાઈનાં પ્રમુખ તરીકે હિરાચંદ કે ગાંધી એ તા 19 જાન્યુઆરી 1950 ના રોજ ચાર્જ સંભાળ્યો તે સમયે વેરાવળની વસ્તી 40378 હતી અને 1971 થી પ્રભાસપાટણ નગરપાલિકાનું વેરાવળમાં જોડાણ થઈ અને તે વખતે નગરપાલિકાની કુલ વસ્તી 52434 વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા બની. વેરાવળની એ નગરપાલિકાએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદનું સન્માન કરી માનપત્ર આપેલ તો રાજ્યના ગવર્નરોને પણ જે તે સમયમાં ગાર્ડન પાર્ટીથી સન્માનિત કરાયા છે. પીવાના પાણીમાં ઉમરેઠી ડેમમાં હક્ક રહે તેમજ મીઠાપુર પાણીનો કુવો પ્રાચીન લાઇબ્રેરી જાહેરબાગ આયોજન આજેય ઉપયોગી બન્યા છે. નગરપાલિકા કેટલીકવાર સુપરસીડ પણ થઈ છે અને વહીવટદાર શાસન પણ આવ્યા છે.

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાનો હાલનો વિસ્તાર 2800 ચો. મી. છે. જ્યારે વસ્તી 1,71,121 છે તેમજ વેરાવળ, પાટણ ભીડીયા અને ઓજી વિસ્તારમાં કુલ ધર 47000જેટલા છે. અને કુલ વોર્ડ 11 છે અને 47 જેટલા નગરપાલિકાના સભ્ય છે અને હાલમાં ભાજપનું શાસન વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકામાં છે. તેમા હાલનાં પ્રમુખ જગદિશભાઇ ફોફંડી અને ઉપપ્રમુખ તરીકે જયદેવભાઇ જાની છે. વેરાવળ હાલમાં અનેક વિકાસનાં કામો થઈ છે જેમા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા પછી નવી હોસ્પિટલ તેમજ બોઈઝ હાઈસ્કુલ તેમજ વિવિધ કચેરીઓ વેરાવળમાં નવી બની છે. તેમજ વેરાવળ ચોપાટીને અતિ આધુનિક તરીકે બનાવવાનું કામ હાલમાં ચાલું છે.

એક જ પરિવારનાં સભ્યો પ્રમુખ-ઉપપ્રમુખ બન્યાં
ગુજરાતભરમાં 2010 માં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકામાં ભાજપ - કોંગ્રેસ બંને ને હાર આપી અને જનજાગૃતિ મંચ દ્વારા જબરદસ્ત તોતીંગ બહૂમતી હાંસલ કરી રાજ્યભરમાં નવીનતા અને આશ્ચર્ય સર્જી દીધો હતો. અને નગરપાલિકામાં સતા જમાવી હતી. તેમાંની એક ઐતિહાસક ઘટના બની હતી જેમા નગરપાલિકાનાં પ્રમુખ તરીકે મંજુલાબેન ગોહેલ અને ઉપપ્રમુખ તરીકે તેમના પતિ રવિભાઇ ગોહેલ બન્યા હતા. જ્યારે વરસો પહેલાં પણ તેમના પિતા કાનજીભાઇ પ્રમુખ રહ્યા હતા જયારે તેમના ભાઇ અને હાલના રાજ્યસભાના સાંસદ ચુનિભાઇ ગોહેલ પણ નગરપાલિકાનાં પ્રમુખ પદે રહી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...