તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ધારાસભ્ય કહે જૂના સ્થળે કચેરી રાખો, સુપ્રી. ઇજનેરની સંવાદ કોમ્પલેક્ષમાં રાખવા જીદ

ધારાસભ્ય કહે જૂના સ્થળે કચેરી રાખો, સુપ્રી. ઇજનેરની સંવાદ કોમ્પલેક્ષમાં રાખવા જીદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંઅાઝાદ ચોક પાસે આવેલી છેક સ્ટેટનાં વખતની વીજ કચેરીમાંથી શહેર કાર્યપાલક ઇજનેરની કચેરીને રીનોવેશન માટે બાજુમાંજ આવેલા મનપાનાં સંવાદ કોમ્પલેક્ષમાં ખસેડાઇ છે. પરંતુ હવે સુપ્રીટેન્ડિંગ ઇજનેર ત્યાંથી ફરી જૂના બિલ્ડીંગમાં લઇ જવા માંગતા નથી. આથી ધારાસભ્યે છેક મંત્રી સુધી રજૂઆતો કરી હતી. મામલો ટોક ઓફ ટાઉન બન્યો છે.

જૂનાગઢનાં આઝાદ ચોક પાસે છેક નવાબી કાળથી વીજ કચેરી સંકુલ આવેલું છે. મનપા કચેરી પણ તેને અડીનેજ આવેલી છે. થોડા વખત પહેલાં પીજીવીસીએલની શહેર કાર્યપાલક ઇજનેરની કચેરીને રીનોવેશનનાં કારણોસર મનપાનાં સંવાદ કોમ્પલેક્ષમાં ફેરવવામાં અાવી. અને રીનોવેશન પૂરું થયા બાદ કચેરીને ફરી વીજ સંકુલમાં ફેરવવાને બદલે ત્યાંજ રાખવાનો નિર્ણય સુપ્રીટેન્ડિંગ ઇજનેરે લીધો. જેની સામે ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ ઉર્જા મંત્રીને રજૂઆત કરી કચેરીને જૂના બિલ્ડીંગમાંજ રાખવામાં આવે તો શહેરનાં લોકોને વીજ બીલ ભરવા તેમજ વીજ કચેરીનાં અન્ય કામોને લઇ સંવાદ કોમ્પલેક્ષની બે માળની સીડીઓ ચઢવી પડે માટે જૂના બિલ્ડીંગમાંજ રાખવા માંગણી કરી. ઉર્જા મંત્રીઅે અંગે સુપ્રી. એન્જી.ને સુચના આપવા છત્તાં કચેરી યથાવત રહેતાં આખરે માટે ધારાસભ્યે પીજીવીસીએલનાં એમડી સમક્ષ લેખિત રજૂઆત કરી છે. સાથે મનપાનાં વોર્ડ નં. 12 નાં કોર્પોરેટર નિર્ભય પુરોહિત અને હિતેન્દ્ર ઉદાણીએ પણ સુપ્રી. એન્જીનિયરને રજૂઆત કરી છે. મામલો હાલ ટોક ઓફ ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...