તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદિપ ખિમાણીને પહેલા 8 રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંશિક્ષણવિદ અને ભાજપનાં અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીની પ્રતિષ્ઠીત રાષ્ટ્રીય એવોર્ડ ભારત જયોતિ પુરસ્કાર માટે પસંદગી થઇ છે. બેસ્ટ સિટીઝન પબ્લીશીંગ હાઉસ દ્વારા સમાજ માટે વિશિષ્ટ પ્રદાન કરનારા દરેક નાગરિકોને દર વર્ષે ભારત જયોતિ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. ચાલુ વર્ષે એવોર્ડ માટે જૂનાગઢનાં પ્રદિપભાઇ ખિમાણીની પસંદગી થઇ છે. પ્રદિપભાઇ ખીમાણીએ શૈક્ષણીક ક્ષેત્રે, રાષ્ટ્રીય એકતાનાં ક્ષેત્રે એમ વિવિધ ક્ષેત્રોમાં કરેલી કામગીરીની આંતરરાષ્ટ્રીય કક્ષા બેસ્ટ સિટીઝન પબ્લીશીંગે નોંધ લીધી છે. પ્રદિપભાઇ ખીમાણીએ અગાઉ ભારત જયોતિ એવોર્ડ, બેસ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા એવોર્ડ, રાષ્ટ્રીય રત્ન એવોર્ડ, રાજીવ ગાંધી સિરોમણી એવોર્ડ, ઇન્દીરાગાંધી સદભાવના એવોર્ડ, ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધી યર એવોર્ડ, પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ, ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર મીલેનિયમ એવોર્ડ મળી ચુકયાં છે. પ્રદિપભાઇ ખિમાણી પાંચ વિષયમાં બી.કોમ ની પદવી મેળવનાર એક માત્ર ગુજરાતી છે. હાલ તેઓ નગર પાલિકા સેલનાં પ્રદેશ કન્વીનર છે.

અન્ય સમાચારો પણ છે...