તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢની સામાજીક સંસ્થા પર કેસ કરનારને કોર્ટે દંડ ફટકાર્યો

જૂનાગઢની સામાજીક સંસ્થા પર કેસ કરનારને કોર્ટે દંડ ફટકાર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
181 હેલ્પ લાઇનની મદદથી યુવતીને મળ્યું રક્ષણ

યુવતીનાં પરિવારજનો પરાણે લગ્ન કરાવતાં હોય સંસ્થામાં આવી હતી

જૂનાગઢનાંજોષીપરા વિસ્તારમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ દિકરી સેવા મંડળ કાર્યરત છે. સંસ્થામાં તાજેતરમાં 181ની મદદથી એક યુવતી આવી હતી. યુવતીનાં લગ્ન તેના પરિવારજનો પરાણે કરાવી દેતા હોય ભાગી ગઇ હતી. અને 181ની મદદ લીધી હતી. 181ની મદદથી યુવતીને સંસ્થામાં મુકવામાં આવી હતી. સંસ્થાનાં સંચાલકોએ યુવતીનાં પરિવારજનોને બોલાવી તેમને સમજાવ્યા હતા. પરંતુ યુવતીનાં પિતાએ દવા પી જવાની ધમકી આપી હતી. જયારે તેનો મંગેતર યુવતીને ઉઠાવી જવાની ધમકી આપતો હતો. યુવતી પુખ્ત ઉંમરની હોય તેની ઇચ્છા મુજબ સંસ્થા છોડી જતી રહી હતી. બાદ યુવતીનાં માતા-પિતાએ વંથલી કોર્ટમાં દિકરીનો કબ્જો મેળવવા અરજી કરી હતી. પરંતુ સંસ્થાનાં કિરણબેન રામાણી અને ગીરીશભાઇ ભાયાણી દ્વારા કોર્ટમાં જવાબો રજુ કર્યા હતા. સંસ્થાનાં જવાબ માન્ય રાખી અરજી કરનાર યુવતીનાં પિતાને વંથલી કોર્ટે રૂ.1 હજારનો દંડ ફટકાર્યો હતો અને યુવતીને સ્વતંત્ર ન્યાય આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...