તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દલિત સ્મશાનમાં બોરની કોઇ જોગવાઇ નથી : ચાવડા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરનાંધારાસભ્ય જવાહર ચાવડાએ વંથલી તાલુકાનાં મહોબતપુર ગામે દલિત સ્મશાનમાં પાણીનાં બોર માટે રકમ ફાળવી હતી પરંતુ કાર્યપાલક ઇજનેરે પત્ર લખી સ્મશાનમાં બોર શાર કામની કોઇ જોગવાઇ હોવાનું કહ્યું હતું. જેના પગલે માણાવદરનાં ધારાસભ્ય જવાહર ચાવડાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાક સમયથી જુદા-જુદા ગામોનાં દલિત સ્મશાનમાં અનેક સુવિધાઓ વચ્ચે પીવાનાં પાણીનાં બોર કરવાની જોગવાઇ કરી હતી. પરંતુ ભાજપ સરકાર ખુલ્લેઆમ દલિત સ્મશાનમાં બોર કરવાની જોગવાઇ નથી તેવું જણાવીને દલિત સમાજને ભારે અન્યાય કરી રહી છે. ભાજપને હજુ કચળાઇ ને જાતિ પ્રત્યે કેટલી ધ્રુણા છે જે આપના પરિપત્રથી બહાર આવી છે. સામાજીક સમસરતા નાં નામે કરોડો રૂપિયાનાં કામો કરવામાં આવી રહ્યા છે. એક માસની અંદર જોગવાઇ દુર કરવામાં નહીં આવે તો આંદોલનાત્મક કાર્યક્રમ કરવાની ફરજ પડશે. મહોબત પરા ગામે દલિત સમાજનાં સ્મશાનમાં પાણીની કોઈ વ્યવસ્થા હોય પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો ધારાસભ્યે આંદોલનની ચિમકી આપી છે.

1 માસમાં જોગવાઇ દુર નહીં થાય તો આંદોલન

મહોબતપુર ગામે બોરની માંગણી તંત્રએ ફગાવી

અન્ય સમાચારો પણ છે...