તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સપ્ટેબરમાં નિ:શુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા સાધના ભવન માઉન્ટ આબુ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં નિ:શુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હિમાલય ભ્રમણ ટુકડીમાં 15 થી 45 વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે.આ ટુકડીમાં જોડાવા માંગતા યુવક-યુવતીઓએ સાદા કાગળમાં પોતાનું નામ, જન્મતારીખ, ઘરનું સરનામું, ટેલીફોન નંબર, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો,વાલીની સંમતિ ખડક ચઢાણનો કોચીંગ કોર્ષ કરેલ હોવાનું પ્રમાણપત્ર સામેલ હોવું જરૂરી છે. ઉમેદવારોએ પોતાની અરજી તા.24 ઓગસ્ટ સુધીમાં આચાર્ય સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન માઉન્ટ આબુ 307501ના સરનામે આર.પી.એ.ડી.થી મોકલી આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...