તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરમાં જુગાર રમતા 5 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢએલસીબી પોલીસે જાહેરમાં જુગાર રમતા 5 શકુનીઓને પકડી લઇ ડીવીઝન પોલીસને હવાલે કર્યા છે. શહેરના દિવાન ચોકમાં ભર બપોરના સમયે રજાક હસન લોબી સહિત 5 શકુનીઓ ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડી પાંચેય શખ્સોને રૂપિયા 2010ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ડીવીઝન પોલીસને હવાલે કર્યા હતા. એલસીબીના કોન્સ્ટેબલ દેવાભાઇ લખમણભાઇની ફરિયાદ નોંધી ડીવીઝન પોલીસ હેડ કોન્સ્ટેબલ શશીકાંત ભાઇ રાઠોડે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...