ઉનાળો વિતી ગયો, ચોમાસુ આવી ગયું છતાં સ્થિતી જૈસે થે
જૂનાગઢના તળાવો ઉંડા ઉતારવાની કામગીરી અભેરાઇ પર ચઢાવી દેવાઇ
અગાઉ કાપ કાઢવાની કરેલી વાતો માત્ર વાતો રહી ગઇ
ઉનાળાનીઋતુ વિતી ગઇ છે અને ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે પરંતુ અગાઉ કરેલી વાતો મુજબ શહેરના ડેમ, તળાવમાંથી કાપ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેથી કામગીરી જૂનાગઢ કોર્પોરેશને અભેરાઇએ ચડાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે.જૂનાગઢ કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે શહેરના અને જિલ્લાના અમુક તળાવો અને ડેમોમાંથી કાપ કાઢવા અને પાણીની લાઇનો રિપેર કરવા ઇચ્છતા હોવા છતાં અત્યાર સુધી કામગીરી થઇ નોતી શકતી, કારણકે તળાવો અને ડેમો વન વિભાગની હદમાં આવતા હોય મંજૂરી માટે અનેક મુશ્કેલી પડતી હતી. જોકે હવે કેન્દ્રમાં અને રાજયમાં ભાજપની સરકાર હોય વન વિભાગની મંજૂરી મેળવી લેવાઇ છે જેથી વન વિભાગની મંજૂરીના વાંકે અટકેલા કામો થઇ શકશે. જોકે ડેમ અને તળાવમાંથી કાપ કાઢવાની મંજૂરી મળી ગઇ હોવા છતાં કોઇ કામગીરી કરવામાં આવી નથી જેથી કોર્પોરેશન કાંતો કામગીરી કરતા ભૂલી ગયું છે.