25 લાખનો દારૂ લાવનાર શખ્સ 7 દિવસનાં રિમાન્ડ પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢસી ડીવીઝન પોલીસ સ્ટાફે શનિવારનાં મોડીરાત્રે રૂ.25.56 લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. હરિયાણાનો સત્યનારાયણ શ્રીચંદ યાદવ નામનો ડ્રાઇવર દારૂ સાથે ઝડપાઇ ગયો હતો. જયારે તેમની સાથે આવેલો કલીનર નાસી છુટ્યો હતો. શખ્સને કોર્ટમાં રજુ કર્યો હતો. જેના સાત દિવસનાં રિમાન્ડ મંજુર થયા હતા. જૂનાગઢમાંથી કોણે દારૂ મંગાવ્યો હતો દારૂ કોને પહોંચાડવાનો હતો અન્ય કેટલા લોકો તેની સાથે જોડાયેલા છે સહિતનાં મુદે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...