• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • છેલ્લે કોર્પોરેશનમાં ડાયરાના આયોજન વખતે ચાલુ થઇ હતી

છેલ્લે કોર્પોરેશનમાં ડાયરાના આયોજન વખતે ચાલુ થઇ હતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાર-તહેવારે સ્ક્રીન ચાલુ કરવામાં આવે છે હાલ શોભાના ગાંઠીયા સમાન બની ગઇ

જૂનાગઢનાં આઝાદ ચોકમાં લાગેલી મનપાની એલઇડી સ્ક્રીન થઇ ગઇ બંધ

જૂનાગઢકોર્પોરેશન દ્વારા શહેરના આઝાદ ચોકમાં લગાવેલી એલઇડી સ્ક્રીન ઘણા લાંબા સમયથી બંધ હોય શોભાના ગાંઠીયા સમાન બની ગઇ છે. શહેરમાં કોર્પોરેશન નજીકજ આવેલ આઝાદ ચોકમાં એક એલઇડી સ્ક્રીન મુકવામાં આવી છે. એલઇડી સ્ક્રીન પર સરકારની અનેક યોજના તેમજ કોર્પોરેશનની અનેક કામગીરીની લોકોને જાણકારી મળે તે રીતે ડિસ્પલે કરવામાં આવતું હતું. તેમજ જૂનાગઢની અનેક ઐતિહાસીક ઇમારતોની પણ માહિતી દર્શાવવામાં આવતી હતી. શહેરનો અત્યંત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોય અહિંથી અનેક લોકો પસાર થતા હોય છે. ત્યારે વાહનની રાહમાં ઉભેલા લોકોને તેમજ બહાર ગામથી આવતા યાત્રિકોને આનાથી અનેક જાણકારી મળી રહેતી હતી. જો કે ઘણા લાંબા સમયથી એલઇડી સ્ક્રીન બંધ થઇ ગઇ હોય માત્ર જગ્યા રોકવાનું કામ કરે છે. માટે એલઇડી સ્ક્રીનને ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.