એક કર્મચારી 2004 થી અને બીજો 2015 થી ગેરહાજર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવસ 7 માં રૂબરૂ આવી ખુલાસો નહિ કરેતો સસ્પેન્ડ કરાશે

લાંબા સમયથી ગેરહાજર મહાનગર પાલિકાના 2 સફાઇ કર્મીને નોટીસ

જૂનાગઢમનપામાં લાંબા સમયથી ગેરહાજર રહેતા બે સફાઇ કર્મીઓને કોર્પોરેશને નોટીસ પાઠવી છે. નોટીસમાં 7 દિવસમાં રૂબરૂ આવી ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે. જો પ્રમાણે નહિ થાય તો બન્ને કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવશે તેમ કમિશ્નરે જણાવ્યું હતું.

અંગે જૂનાગઢ મનપાના કમિશ્નર વી. જે. રાજપુતે જણાવ્યું હતું કે કોર્પોરેશનની હેલ્થ શાખામાં કાયમી સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા જેસુખભાઇ નાથાભાઇ વર્ષ 2004 થી અને રાણાભાઇ નથુભાઇ 2015 થી સંસ્થાને જાણ કર્યા વિના લાંબા સમયથી ગેરહાજર રહ્યા છે. બન્ને કર્મચારીઓને રજીસ્ટર એ.ડી. થી જાણ કરવામાં આવી હતી પરંતુ બન્ને કર્મચારીઓએ સરનામું ખોટું આપ્યું હોય રજીસ્ટર એડી પરત આવેલ છે.

પરિણામે જાહેર નોટીસ બહાર પાડી દિવસ 7 માં રૂબરૂ આવી ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે. જો નિયત સમય મર્યાદામાં ખુલાસો કરવામાં નહિ આવે તો બન્ને કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવશે તેમ કમિશ્નરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...