• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢનાં મધુરમથી વાડલા ફાટક સુધીનો માર્ગ અકસ્માત ઝોન બન્યો

જૂનાગઢનાં મધુરમથી વાડલા ફાટક સુધીનો માર્ગ અકસ્માત ઝોન બન્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાન માણાવદરથી જૂનાગઢ આવતો હતો : કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક

વાડલા ફાટક પાસે અકસ્માતમાં 1નું મોત

જૂનાગઢબાયપાસ ચોકડીથી વાડલા ફાટક સુધીનો રોગ એક માર્ગીય છે પરિણામે અહીં વારંવાર અકસ્માત સર્જાતા રહે છે. છેલ્લા એક સપ્તાહમાં રોડ ઉપર બે અકસ્માતની ઘટના બની છે. જેમાં માનવ જિંદગી હોમાઇ છે. ઉપરાંત રોડ ઉપર નાના-મોટા અકસ્માત રોજ બની રહ્યા છે ત્યારે આજે વાડલા ફાટક નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં માણાવદરનાં હતિક હૈદર શેખ (ઉ.વ.27) નામનાં શખ્સનું મોત નિપજયું હતું. હતિક પોતાનું બાઇક લઇ જૂનાગઢ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ફોરવ્હીલ સાથે અકસ્માત સર્જાયો હતો. વાડલા ફાટક પાસે અકસ્માતની ઘટના બનતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં વંથલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તસ્વીર: મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...