• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ટેક્નોલોજી| રાજયની 33 કલેકટર કચેરીનાં ટિ્વટર આઇડી બન્યાં, ફરીયાદ પણ કરી શકાય તેવું આગામી આયોજન

ટેક્નોલોજી| રાજયની 33 કલેકટર કચેરીનાં ટિ્વટર આઇડી બન્યાં, ફરીયાદ પણ કરી શકાય તેવું આગામી આયોજન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્તમાનસમયમાં સોશ્યલ મિડિયાનો સૌથી વધુ ઉપયોગ થઇ રહ્યો છે. સરકાર ડીજીટલ ઇન્ડિયાને લઇ આગળ વધી રહી છે. રાજયમાં દરેક સરકારી કચેરીનાં સોશ્યલ મિડિયા ઉપર ફેસબુક, વોટસએપ આઇડી છે.

હવે રાજયનાં દરેક જિલ્લાનાં ટિ્વટર આઇડી બનાવવામાં આવ્યાં છે.રાજયની 33 કલેકટર કચેરીનાં ટિ્વટર આઇડી બનાવવામાં આવ્યાં છે. સરકારની સુચનાથી ટિ્વટર આઇડી બન્યા છે. કલેકટર કચેરીનાં ટિ્વટર આઇડી ઉપર સરકારી કાર્યક્રમ, પ્રજાલક્ષી યોજના સહિતની વિગતો મુકવામાં આવશે. તેમજ આગામી સમયમાં ટિ્વટરનાં માધ્યમથી ફરીયાદ પણ કરી શકાશે તેવું તંત્રનું આયોજન છે.

પ્રજાલક્ષી યોજના ટિ્વટર પર મુકાશે

સામાન્ય પ્રજા માટે ફરિયાદ કરવી મુશ્કેલ

સરકારવિચારે છે કે લોકો હવે ટિ્વટર ઉપર ફરીયાદ કરે. પરંતુ તેમા સરકારને સફળતા ઓછી મળશે. કારણ કે ખુબ ઓછા લોકો ટિ્વટરનો ઉપયોગ કરતા હોય છે. સરકારની યોજના ટિ્વટર ઉપર મુકવાનો કોઇ અર્થ રહેશે નહી.

ચાર દિવસથી ટિ્વટર આઇડી બન્યું

જૂનાગઢકલેકટર કચેરીનાં અતુલ ખુંટીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ કલેકટર કચેરીનું ટિ્વટર આઇડી બનાવવામાં આવ્યું છે. કલેકટર ડો. રાહુલ ગુપ્તાની સુચાનથી ટિ્વટર આઇડી બનાવ્યું છે. જૂનાગઢનું ટિ્વટર આઇડી CollectorJunag છે.જૂનાગઢ કલેકટર ટિ્વટરનાં ફોલોઅર્સ 63 છે.