તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફી નિર્ધારણ કાયદાને લઇને ડીપીઇઓનું કડક પગલું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટીસનો જવાબ આપનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે

ફી વધારાની દરખાસ્ત કે એફીડેવીટ કરનાર 118 ખાનગી પ્રા.શાળાને નોટીસ

રાજયસરકારે સ્વનિર્ભર શાળાની ફી નિર્ધારણ કાયદો અમલમાં મુક્યો છે. કાયદા હેઠળ દરેક ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓએ ફી વધારા માટે દરખાસ્ત અને ફી યથાવત કે ઘટાડા માટે એફીડેવીટ કરવાનું હતું. સરકારે તેના માટે તા. 24 મે નિયત કરી હતી. દરેક ખાનગી શાળાએ 24 તારીખ સુધીમાં દરખાસ્ત કે એફીડેવીટ કરવાનાં હતાં. પરંતુ અનેક ખાનગી શાળાએ દરખાસ્ત કે એફિડેવીટ કર્યા હતાં. આવી શાળા સામે જૂનાગઢ જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી કે. એ. પટેલે કાર્યવાહી શરૂ કરી છે. જૂનાગઢ જિલ્લાની 118 ખાનગી પ્રાથમિક શાળાને નોટીસ પાઠવી છે. અને પાંચ દિવસમાં જવાબ આપવાનો રહેશે.

ફી નિર્ધારણ સમિતી નિર્ણય કરશે

જૂનાગઢજિલ્લાની 118 ખાનગી પ્રાથમિક શાળાને નોટીસ આપવામાં આવી છે. નોટીસનો જવાબ ફી નિર્ધારણ સમિતીને મોકલી આપવામાં આવશે. બાદ ફી નિર્ધારણ સમિતી આગળનો નિર્ણય કરશે.

30શાળા કોર્ટમાં ગઇ છે

સરકારનાંનિયમ સામે 30 શાળાઓ કોર્ટમાં ગઇ છે. જૂનાગઢ જિલ્લામાં 458 પ્રાથમિક શાળા છે. તે પૈકી 311 શાળાએ એફિડેવીટ કર્યુ છે. જયારે 4 શાળાએ દરખાસ્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...