તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોષીપરાના ગણેશનગરમાં પાણી ભરાતા સ્થાનિકો બેહાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખામધ્રોળ રોડ વિસ્તારમાં પણ ઠેર ઠેર કીચડ

જૂનાગઢમાંહજુ વરસાદે મન મુકીને વરસવાનું શરૂ પણ નથી કર્યું ત્યાં શહેરના ઘણા વિસ્તારોમાં કાદવ અને પાણી ભરાવાના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. તંત્રએ દર વર્ષની જેમ વર્ષે પણ અધુરા મુકેલા કામના કારણે લોકોએ વર્ષે પણ હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે. ખાસ કરીને ખામધ્રોળ રોડ, અને જોષીપરાના ગણેશનગર વિસ્તારમાં પાણી ભરાઇ જતા લોકોને પસાર થવુ મુશ્કેલ બની ગયું છે. પાણીનો ભરાવો થઇ રહ્યો છે. પ્રી મોન્સુન કામગીરી નામે તંત્રએ પ્રજાને વર્ષે પણ ઉંધા કાન પકડાવ્યા હોય તેમ ગટરો ઉભરાવા માંડી છે. ગટરના પાણીની તીવ્ર ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. નંદનવન મેઇન રોડ પર અધુરો રોડના બનવાને કારણે ભારે હાલાકી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...