તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય વરસાદ પડતા પીજીવીસીએલની પોલખુલી ગઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારની રાતે રાયજીબાગ વિસ્તારમાં 12 વાગ્યે લાઇટ આવી

જૂનાગઢનાં અનેક વિસ્તારમાં અંધારપટ્ટ

જૂનાગઢમાંછેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાની સાથે જૂનાગઢ શહેરમા વીજ ધાંધીયા શરૂ થઇ ગયા છે. શુક્રવારે બપોર બાદ વરસાદ શરૂ થતા અનેક વિસ્તારમાં લાઇટ જતી રહી હતી. તેમજ જૂનાગઢમાં રાયજીબાગ, રાધકૃષ્ણનગર , મોતીબાગ વિસ્તાર સહિતમાં રાતે 8 વાગ્યે થી છેક 12 વાગ્યે લાઇટ આવી હતી. ઉપરાંત જૂનાગઢમાં રાત્રીનાં વીજ ઝટકા આવતા હતાં. શનિવારે સવારે પણ વીજ ધાંધીયા શરૂ થયા હતાં. સવારથી અનેક વિસ્તારમાં લાઇટ આવી હતી. તેમજ લાઇટ આવ-વજા થતી હોય લોકો પરેશાન થઇ ગયા હતાં. પીજીવીસીએલ દ્વારા ઉનાળામાં લાઇટ બંધ રાખી પ્રિ-મોન્સુનની કામગીરી કરી હતી.પરંતુ પ્રથમ વરસાદમાં લાઇટ જતી રહેતા પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલી ગઇ છે.

જૂનાગઢમાં ચોમાસુ શરૂ થયાની સાથે વીજ ધાંધીયા શરૂ થઇ ગયા છે. ઉનાળામાં કામગીરી કરવા છતાં પણ ચોમાસામાં લાઇટ જતી રહે છે. તેમજ પીજીવીસીએલ કચેરીમાં રાત્રીના સમયે તો ફોન કોઇ ઉપાડતુ નથી. તેમજ યોગ્ય જવાબ પણ મળતા હોવાની ફરિયાદો ઉઠી છે.

મનપાની સ્ટ્રીટલાઇટ પણ બંધ

જૂનાગઢમહાનગર પાલીકાએ શહેરમાં સ્ટ્રીટ લાઇટ લગાવી છે. વરસાદ પડતા અનેક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ થઇ ગઇ હતી. મુખ્ય માર્ગો ઉપર પણ અંધારા છવાયેલા રહ્યાં હતાં. મનપાએ તાજેતરમાં સ્ટ્રીટ લાઇટ ફીટ કરી છે. છતા પણ સામાન્ય વરસાદમાં બંધ પડી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...