તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જિલ્લા ભાજપ પ્રમુખે PGVCL ઈજનેરને થપ્પડ મારવાની ઘટનામાં

જિલ્લા ભાજપ પ્રમુખે PGVCL ઈજનેરને થપ્પડ મારવાની ઘટનામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં જૂનિયર ઇજનેર સામે થયેલી ફરિયાદમાં હાઇકોર્ટેનો સ્ટે

જૂનાગઢમાંજિલ્લા ભાજપ પ્રમુખે પીજીવીસીએલના એક ઇજનેરને થપ્પડ મારી ગેરવર્તન કર્યાની પોલીસ ફરિયાદ નોધાઇ હતી.જેની સામે જૂનિયર ઇજનેરે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. અંગે હાઇકોર્ટમાં રીટ કરાતા . કોર્ટે ઇજનેર સામે થયેલી ફરિયાદ ખોટી હોવાનું જણાવી તેની ફરિયાદ સામે સ્ટે મુકી દીધો હતો.

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં પીજીવીસીએલ કર્મચારીએ ખેડુતોને ફટકારેલા વિજચોરીના દંડ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ અને કેટલાક ખેડુતો પીજીવીસીએલ કચેરીએ પહોચ્યા હતા. અને ઉગ્ર રજૂઆત કરી હતી. દરમિયાન કીરીટ પટેલે વીજ ચેકીંગમા ગયેલા ઇજનેર હસમુખભાઇ વલ્લભભાઇ સાવલીયાને થપ્પડઝીંકી દીધી હતી. ઘટના બાદ ઇજનેરે કીરીટ પટેલ સામે પોલીસ ફરીયાદ કરી હતી. સામે પક્ષે પણ હસમુખભાઇએ મારામારી કરી જાનથી મારી નાખ્યાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.જેથી પીજીવીસીએલની ઉપલી કચેરી દ્વારા ફરિયાદ અંગે હાઇકોર્ટમાં રીટ કરી હતી. જેથી હાઇકોર્ટે ઘટના સમયના ઓફિસના સીસીટીવી ફુટેજ તેમજ બન્નેપક્ષે થયેલી પોલીસ ફરિયાદનો અભ્યાસ કરી પોલીસ ફરિયાદ પર સ્ટે મુકી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...