તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • શાપુરમાં ધોધમાર વરસાદ, ઊના, તાલાલા, કોડીનાર, ભેંસાણ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યાં

શાપુરમાં ધોધમાર વરસાદ, ઊના, તાલાલા, કોડીનાર, ભેંસાણ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાનાં માધુપુર, સાસણમાં ઝાંપટા

તાલાલાપંથકનાં બોરવાવમાં સારો વરસાદ થયો છે. મેઘાવી માહોલ વચ્ચે તાલાલાનાં માધુપુર, સાસણ સહિતનાં વિસ્તારમાં બપોરમાં વરસાદી ઝાંપટા પડયા હતાં. તાલાલા પંથકમાં વરસાદ થતાં કેસર કેરીને અસર થઇ છે. જોકે હાલ કેરી ઝાડવામાં ઓછી જોવા મળે છે. જેટલી પ્રમાણમાં કેરી છે તેને નુકસાન થયું છે.વેપારીઓને ફટકો પડ્યો છે.

ડોળાસા પંથકમાં વાવણી લાયક વરસાદ

કોડીનારપંથકમાં ભારે બફારા બાદ વરસાદ પડવાનો શરૂ થયો હતો. બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. કોડીનારનાં ડોળાસામાં બે દિવસમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ડોળાસામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડુતો વાવણી કાર્યમાં લાગશે. તેમજ હજુ વરસાદ પડવાની સંભાવના છે. બે દિવસમાં ડોળાસા પંથકમાં સારો એવો વરાદ નોંધાયો છે.

ભેંસાણ પંથકમાં વાવણી લાયક વરસાદ

ભેંસાણપંથકનાં સાકરોળા, ધોળવા, બરવાળા, મોરવાડા, સરદારપુર, ધારી -ગુંદાળી સહિતનાં ગામોમાં ગુરૂવાર અને શુક્રવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી અને વાવણી લાયક વરસાદ થતાં ખેડુતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. જોકે ચુડા, ખજુરીહડમતીયા સહિતનાં ગામોમાં વરસાદી ઝાંપટા પડયાં હતાં. જેથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. ધરતીપુત્રો સારા વરસાદની રાહ જોઇ રહયાં છે.

ઊના શહેરમાં મેઘરાજાનાં અમી છાંટણા

ઊનાશહેરમાં સવારથી અસહ્ય બફારા વચ્ચે બપોરનાં સમયે ગગનમાં વાદળો ઘેરાવા લાગતા ધોધમાર વરસાદ વરસશે તેવી આશા બંધાય હતી. ત્યાંજ મેઘરાજાએ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ કરતા અમી છાંટણા વરસાવ્યા હતા ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમી છાંટણા વરસાવ્યા બાદ સુર્યનારાયણે દર્શન દિધા હતા. જ્યારે સવારના સમયે તાલુકાના સોખડા ગામમાં ધોધમાર વરસાદી ઝાપટા વરસી જતા ગામમાંથી પાણી વહેવા લાગ્યા હતા આમ સમગ્ર પંથકમાં મેધાવી માહોલ વચ્ચે મેઘરાજાએ અમીછાંટણા વરસાવી સંતોષ માન્યો હતો.

જૂનાગઢમાં વ્હેલી સવારનાં વરસાદી ઝાપટુ પડ્યું હતું બાદ દિવસભર અસહ્ય બફારો રહ્યો હતો. સાંજનાં પાંચ વાગ્યાથી વરસાદ પડવાનું શરૂ થયુ હતું. જૂનાગઢમાં સમી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો. અને જોત જોતામાં અડધો ઇંચ જેટલો વરસાદ થઇ ગયો હતો. ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. તેમજ વરસાદ પડતા જૂનાગઢવાસીઓ ઘરની બહાર નિકળી ગયા હતા. તેમજ શાપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. તસ્વીર: મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...