તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુત્રવધુની મશ્કરી કરતા બે પરિવાર વચ્ચે બઘડાટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીનાનરેડી ગામમાં પુત્રવધુની મશ્કરી કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી હતી. જેમાં એક વૃધ્ધને ઇજા પહોંચતા વંથલી સીએચસીમાં ખસેડાયા હતા બનાવ અંગે વંથલી પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે.

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલીના નરેડી ગામમાં રહેતા મેઘાભાઇ ખોડાભાઇ સીંગલે વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેની પુત્રવધુ સાથે એક શખ્સે ફોનમાં મશ્કરી કરી હતી. જેથી મેઘાભાઇએ તેના પરિવારને પુત્રવધુની મશ્કરી કરવા જણાવતા અલ્પેશ નાથા,જયદીપ કાળા,ભોલા નાથા,જયેશ નાથા સહિતનાએ પ્રોઢ પર લાકડી અને કુહાડીથી હુમલો કર્યો હતો તો સામે પક્ષે મેઘાભાઇ ખોડાભાઇ પ્રવિણ મેઘા અને રમણિકભાઇએ પણ હથિયારોથી અલ્પેશભાઇના પરિવાર પર હુમલો કર્યા અંગે પોલીસે ગુન્હો નોંધાવી છે. બનાવ અંગે વંથલી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...