તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 91,500 વિદ્યાર્થીઓને રૂપિયા 4.50 લાખનાં સાબુ વિતરણ કરાશે

91,500 વિદ્યાર્થીઓને રૂપિયા 4.50 લાખનાં સાબુ વિતરણ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતા ,આરોગ્ય અને મેલેરીયા મુક્તિનો સામુહિક સંકલ્પ લેશે

જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની અનોખી ઉજવણી

જૂનાગઢજિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ નિમીતે સ્વચ્છતા, આરોગ્ય અને મેલેરીયા મુક્તિનો સામુહિક સંકલ્પ લેવામાં આવશે. એટલુ નહી શાળા પ્રવેશોત્સવ નિમીતે બાળકોને સાબુ આપવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં અગાઉ પ્રકારે પ્રવેશોત્સવની કયારેય પણ ઉજવણી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા આઉજવણી એક પહેલ બની રહેશે. જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. એ. પટેલનાં માર્ગદર્શનમાં નાયબ શિક્ષણાધિકારી રમેશ જેઠવા, ધીરૂભાઇ મુંજપરા, કેળવણી નીરીક્ષકો દ્વારા પ્રવેશોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં 91,500 બાળકોને રૂપિયા 4.50 લાખનાં સાબુ આપવામાં આવશે. ના.ડીપીઇઓનો પ્રયાસથી રાજકોટ માનવ કલ્યાણ ટ્રસ્ટનાં સુશીલભાઇ દવીસાણીયા દ્વારા રૂપિયા 4.50 લાખનું દાન આપવામાં આવ્યું છે. દાનમાંથી 1525 સાબુની પેટી આપવામાં આવશે. જૂનાગઢ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ત્રણ મહિનાથી ચાર્જ સંભાળ્યો છે. તે દરમિયાન આટીઇમાં પ્રવેશ, ખાનગી શાળાની મનમાની સામે કાર્યવાહી સહિતનાં પગલા લીધા છે.

અન્ય સમાચારો પણ છે...