તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ શાખાના સસ્પેન્ડેડ કર્મીને પુન: ફરજ પર લેવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પખવાડીયા કરતા વધુ સમય બાદ સસ્પેન્શન ઓર્ડર ખેંચાયો

જૂનાગઢકોર્પોરેશનની દબાણ શાખાના અધિકારીનું સસ્પેન્શન પરત ખેંચાયું છે. તેઓ ફરી પોતાની ડયુટી પર લાગી ગયા છે.

જૂનાગઢ કોર્પોરેશનના ગેઇટ પાસે ગવર્મેન્ટ કોન્ટ્રાકટર એસો. ના પ્રમુખ સત્યાગ્રહ છાવણી નાંખીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. છાવણી મંજૂરી વિના ઉભી કરવામાં આવી હતી, ટ્રાફિકને અડચણ રૂપ હતી તેમજ ડિસ્ટ્રીક મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર હોય તેને દૂર કરવા દબાણ શાખા અધિકારીને આદેશ કરવામાં આવ્યો હતો. કમિશ્નર વી. જે. રાજપુતનો સ્પષ્ટ આદેશ હોવા છતાં દબાણ શાખા અધિકારી ભરત ડોડીયાએ છાવણી હટાવવામાં ઢીલ કરતા કમિશ્નરે તેને સસ્પેન્ડ કર્યા હતા. જોકે પખવાડીયા કરતા વધુ સમય બાદ તેનું સસ્પેન્શન પરત ખેંચાયું છે અને તેઓ ફરી પોતાની ફરજ પર હાજર થઇ ગયા છે.

શિક્ષા કરીને પરત લેવાયા છેે

^શિક્ષા કરીને તેને ફરી ફરજ પર લેવાયા છે. તેમનું ઇન્ક્રીમેન્ટ અટકાવી દેવાયું છે.1 વર્ષ સુધી તેને ઇજાફો નહિ મળે. સાથોસાથ બીજીવાર આવી ભૂલ કરે તેવી તાકીદ કરવામાં આવી છે. > પ્રદિપસિંહરાઠોડ, નાયબકમિશ્નર, મનપા,જૂનાગઢ

અન્ય સમાચારો પણ છે...