તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મ્યુ.કમિશ્નરની ઓફિસ પાસે એસી વેઇટીંગ લોન્જ બનાવવામાં આવશે

મ્યુ.કમિશ્નરની ઓફિસ પાસે એસી વેઇટીંગ લોન્જ બનાવવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશનના અરજદારો માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાશે

અધિકારીઓ મિટીંગમાં હોય ત્યારે અરજદારો ત્યાં વેઇટ કરી શકશે

જૂનાગઢકોર્પોરેશન ખાતે અરજદારો માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. કોર્પોરેશનના પ્રથમ માળે કમિશ્નરની ઓફિસ પાસે વેઇટીંગ લોન્ઝ બનાવવામાં આવી રહી છે. સંપૂર્ણ એસી લોન્ઝ માં અરજદારો બેસીને અધિકારીઓનો વેઇટ કરી શકશે.

અંગે માહિતી આપતા નાયબ કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોર્પોરેશન ખાતે અનેક અરજદારો આવતા હોય છે. પરંતુ કયારેક અધિકારીઓ મિટીંગમાં હોય અરજદારોને રાહ જોવી પડતી હોય છે. દરમિયાન લોકોને કંટાળો આવે અને બેસવામાં કોઇ મુશ્કેલી પડે તેને ધ્યાને રાખીને એસી લોન્ઝ બનાવવામાં આવી રહી છે. લોન્ઝમાં બેઠક માટે સોફા હશે, વર્તમાન પત્રો હશે, સરકારી મેગેઝીનો હશે, સરકારની વિવિધ યોજનાની માહિતી આપતી પુસ્તીકાઓ હશે. સમગ્ર કામગીરી કમિશ્નરના માર્ગદર્શન હેઠળ તૈયાર થતી હોય અરજદારોને એક સારી સુવિધા પ્રાપ્ત થાય તે માટે કમિશ્નર વી. જે. રાજપુત સતત પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...