તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • આરોગ્ય માટે ખતરા રૂપ ડમ્પીંગ સાઇટ હટાવવા ઘુડવદરના લોકોએ ઠરાવ કર્યો

આરોગ્ય માટે ખતરા રૂપ ડમ્પીંગ સાઇટ હટાવવા ઘુડવદરના લોકોએ ઠરાવ કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમહાપાલિકા દ્વારા ઇવનગર પાસે વર્ષોથી ડમ્પિંગ સાઇટ બનાવી ત્યાં સમગ્ર શહેરનો કચરો ઠાલવી સળગાવમાં અાવતો હોવાથી તેમાંથી નીકળતા પ્રદૂષિત ધુમાડાના કારણે આસપાસના ગામડાઓના લોકોને ભારે હાલાકી પડી રહી છે.મંગળવારે ઘુડવદરમાં યોજાયેલી ગ્રામસભામાં ઠરાવ પસાર કર્યો હતો.આગામી ગ્રામસભા પણ અન્ય પંચાયત ઠરાવ કરશે.

ઘુડવદર ગામમાં મંગળવારના રોજ ગ્રામસભાનું આયોજન થયું હતું. સભામાં ગામને લગતી પ્રશ્નોની ચર્ચાઇ થઇ હતી. જેમાં ઇવનગર પાસે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ ડમ્પિંગ સાઇટનો મુદ્દો ઉછળ્યો હતો. અંગે ગામના સરપંચજીણીબેન નાઘેરા અને સભ્યોએ ગ્રામજનોના આરોગ્ય અને પાક માટે ખતરારૂપ બનેલા ડમ્પિંગ સ્ટેશનને હટાવવા રજૂઆત કરી હતી. અને સાઇટ વહેલી તકે દુર કરવા અંગે ઠરાવ પાસ કર્યો હતો. અને ગાંધીનગર રજૂઆત કરી હતી. આગામી સમયમાં ઇવનગર,સોનારડી સહિતના ગ્રામજનો પણ ગ્રામસભામાં મુદ્દો ઉઠાવશે અને ઠરાવ પસાર કરી તાત્કાલિક ડમ્પિંગ સાઇટ બંધ કરાવવા ગાંધીનગર સુધી રજૂઆત કરશે.

અન્ય ગ્રામપંચાયતો પણ ઠરાવ કરી રજૂઆત કરશે. તસ્વીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...