તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાલભવનમાં વણિક સ્ટેશનરી બજાર યોજવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
50 ટકા ઓછા ભાવે સ્ટેશનરીની તમામ વસ્તુઆેનું વિતરણ કરાશે

જૂનાગઢનાસમસ્ત વણિક યુવા સમાજ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ટાઉન હોલ પાસે આવેલા બાલભવન ખાતે તા.10 અને 11 જૂનના વણિક સ્ટેશનરી બજાર-2017નું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં ફુલસ્કેપ રજીસ્ટર, તમામ પ્રકારની નોટબુકો, બોલપેન, પેન્સીલ જેવી સ્ટેશનરીને લગતી તમામ વસ્તુઓ હોલસેલ ભાવથી અને બજાર કિંમતથી 50 ટકા કરતાં પણ ઓછા ભાવે વણિક દાતાઓના સહયોગથી વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા નવનિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ સંદિપભાઇ દોશી, સમીરભાઇ પારેખ, કેતનભાઇ વસાણી, મહેશભાઇ દેસાઇ સહીતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે. વણિક સમાજના તમામ લોકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને લાભ લેવા યુવા સમાજના મંત્રી કમલેશભાઇ અવલાણી તથા ભાવિનભાઇ શેઠે નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...