તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ધી જૂનાગઢ કોમ. કો-ઓપ.બેેંકની કસ્ટમર મીટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે

ધીજૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી.મેંદરડા શાખા દ્વારા તા.8 જૂનના કસ્ટમર મીટ-2017નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મેંદરડા શહેર તેમજ તાલુકામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તેમજ સખી મંડળાેમાં કામ કરતી મહિલા બહેનો માટે મિશન સ્ત્રી શક્તિ કે જે સેમસંગ મોબાઇલ તથા ટેબલેટ માત્ર 1 ટકાના વાર્ષિક દરે વસાવવાની સ્કીમ લોન્ચ કરવામાં આવશે તેમજ મેંદરડા બેંક શાખાના સંચાલકો વિપુલભાઇ પોબારી, ડો.વી.પી.સીદ્દપરા, અરવિંદભાઇ સરવૈયા, પરબતભાઇ સોલંકી, મનોજભાઇ હપાણી, ચંદ્રેશભાઇ ખુંટ, જુસબભાઇ સેાલંકીનું સન્માન કરવામાં આવશે.

તકે રાત્રીના 8 કલાકે ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં વિઠ્ઠલભાઇ રાદડીયા, કીરીટભાઇ પટેલ,મહેન્દ્રભાઇ મશરૂ, દેવાણંદભાઇ સોલંકી, વિનુભાઇ કથીરીયા સહીતના રાજકીગ આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહેશે. દિવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બેંકના સીઇઓ રાજેશભાઇ મારડીયાએ નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...