તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ઉનાળાનાં પ્રારંભે શાકભાજીનાં ભાવ આસમાને પહોંચ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળાનાં પ્રારંભે શાકભાજીનાં ભાવ આસમાને પહોંચ્યાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તુરિયા, ભીંડા, કારેલા,વાલ,વાલોળ,ગલકાનાં ભાવમાં વધારો

યાર્ડમાં ગુવારનો ભાવ કિલોનાં 70 અને બજારમાં 100 રૂપિયા

ઉનાળાનોપ્રારંભ થયો છે. ઉનાળાનાં પ્રારંભની સાથે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા છે. ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.ભાવમાં વધારો થતા ગૃહિણોઓ ઓછુ શાકભાજી ખરીદવા લાગી છે. જોકે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ કરતા બજારમાં શાકભાજીનાં ભાવ બે ગણા છે.

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ગુવારનાં કિલોનાં 50 થી 70 રૂપિયા છે. જયારે બજારમાં ગુવારનાં 100 રૂપિયા છે.પરિણામે ગૃહિણોએ વધારે ભાવ ચુકવવા પડી રહ્યાં છે. કમિશનનાં કારણે બજારમાં શાકભાજી પહોંચતા ભાવ વધી જાય છે. ઉપરાંત તુરિયા, ભીંડો,કારેલા, વાલ, વાલોળ,ગલંકાનાં ભાવમાં પણ વધારો થયો છે. જૂનાગઢ યાર્ડમાં તુરિયાનાં 40 થી 45, ભીંડાનાં 30 થી 35, કારેલાનાં 40 થી 45, ચોળીનાં 30 થી 40,લસણનાં 30 થી 40,લીંબુનાં 40 થી 45,વાલનાં 40 થી 45 રૂપિયા કિલાનાં ભાવ છે. તેની સામે બજારમાં બે ગણા ભાવ લેવામાં આવી રહ્યાં છે.

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી

ખેડૂતોયાર્ડમાં શાકભાજી લઇને આવે છે. પરંતુ યાર્ડમાં યોગ્ય ભાવ મળતા નથી. ખેડૂતોનું શાકભાજી બજારમાં મોંઘુ વેંચાઇ રહ્યું છે. વચેટીયાઓ કમાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો