તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • બાંગ્લાદેશી સગીરાને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાની ઘટના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંગ્લાદેશી સગીરાને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાની ઘટના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
FSL અને પોલીસે ઘટના સ્થળેથી નમુના મેળવ્યા : આરોપીઓ સામે પોક્સોની કલમ લગાડાઇ

માંગરોળથી ઝડપાયેલી મહિલા દલાલ સહિતના ત્રણ શખ્સો 28મી સુધી રિમાન્ડ પર

બાંગ્લાદેશીસગીરાને માંગરોળમાં દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના બનાવમાં મહિલા દલાલ સહિત 3 શખ્સને ઝડપી લીધા બાદ આજે તમામને પોક્સો મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કર્યા હતા. મેજિસ્ટ્રેટે તમામને 28મી માર્ચ સુધી રિમાન્ડ પર મોકલી આપ્યા છે. તો બીજી તરફ પોલીસે વર્ષાના મકાનમાં, શીલબારા,કાટીના વડલા માંગરોળ બંદર પાસે આવેલા અવાવરૂ મકાન વગેરેમાં ચેકિંગ કર્યું હતુ. અને નમુના મેળવી એફએસએલમાં મોકલી આપ્યો હતો.

બાંગ્લાદેશી સગીરાને દેહ વ્યાપારના ગોરખધંધામાં ધકેલવાના ધંધામાં પોલીસે વર્ષા નિતિન લોહાણા,રાજુ ઉર્ફે શ્રીકાંત અજીત મંડલ,જીવણ ખીમા મોઢા વગેરેને એસઓજી, એલસીબીની ટીમે ઝડપી લીધા બાદ આજે પોક્સો મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કર્યા હતા.બાદમાં પોલીસ તમામની વધુ પુછપરછ માટે રિમાન્ડની માંગણી કરી હતી. મેજિસ્ટ્રેટ તા.28મી માર્ચ સુધી રિમાન્ડ પર મંજુર કર્યા હતા.તો બીજી તરફ પોલીસ એફએસઅેલની ટીમ સાથે વર્ષાના મકાન,બનાવ સ્થળ એવા શીલબારા,કાટીના વડલા,માંગરોળ બંદર,વગેરે સ્થળે પહોંચ્યા હતા અને શંકાસ્પદ વસ્તુના નમુના મેળવી અેફએસએલમાં મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો