તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વડવીયાળા ગામનાં નાગરિક પાસેથી મકાન રેગ્યુલાઇઝ કરાવવા રૂપિયા 15 હજાર માંગ્યા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડવીયાળા ગામનાં નાગરિક પાસેથી મકાન રેગ્યુલાઇઝ કરાવવા રૂપિયા 15 હજાર માંગ્યા હતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડા મામ. કચેરીમાં સર્કલ ઓફિસર ભાજપનાં તા.પં. સદસ્યને વચેટીયો રાખી લાંચ સ્વિકારતા ઝબ્બે

ગીરગઢડાતાલુકાનાં વડવિયાળા ગામે રહેતા પરસોત્તમભાઇ રામજીભાઇ ગોહીલને ચૌવનું મકાન વર્ષો પહેલા મળેલુ હોય અને તેમનો આજીવન આશરો હોય મકાન પોતાનાં હકે કરવા માટે ઘણા સમયથી ગીરગઢડા મામલતદાર કચેરીમાં અરજી આપેલ અને અધિકારીઓ પાસે અવાર નવાર ધક્કા ખાવા છતાં પણ કામ થતું હોય અંતે મામલતદાર કચેરીનાં સર્કલ ઓફીસર ભિખા રામ મેર (હાલ રહે.ગીરગઢડા, મૂળ જુનાગઢ ટીંબાવાડી) પાસે જતા 40 હજારની લાંચની માંગણી કરેલ હતી પરંતુ પરસોતમભાઇ મોચિકામ કરી ગુજરાન ચલાવતા હોય આટલી મોટી રકમ હોવાનું કહેતા રહેલ પરંતુ સર્કલ ઓફીસર એકના બે થયા અને લાંબા સમયથી વાતચીત ચાલતી હતી. અંતે 15 હજારની રકમ કામ કરી આપવાનાં નક્કી થઇ હતી. બાદમાં પરસોત્તમભાઇએ અંગેની ફરીયાદ ગીર સોમનાથ જિલ્લા એસીબીને કરતા પીઆઇ એફ.એમ નાયબ તથા સ્ટાફનાં ભગુભાઇ ભિસરીયા ,જયંતિભાઇ માલવિયા,રજાકભાઇ ભટ્ટી,જીતુભા જાડેજા,હીરાભાઇ મનહરીસિંહ ઝાલા,કલ્પેશભાઇ મહેતાએ છટકુ ગોઠવી ગીરગઢડા પંચોને સાથે લઇ પહોંચી ગયેલા જ્યાં પરસોતમભાઇ સર્કલ ઓફીસરની ચેમ્બરમાં ગયેલ અને વાત થયા મુજબ 15 હજાર લઇને આવ્યો છું પરંતુ સર્કલ અોફીસર મેરે જણાવેલ કે તમે જે રકમ સાથે લાવ્યા છો તે રકમ ભરતભાઇ રૂપાલાને આપી દો. આટલી વાતચિત બાદ સર્કલ ઓફીસરની ચેમ્બરની બહાર વડવિયાળા તાલુકા પંચાયતના ભાજપનો સદસ્ય ભરત લાલજી રૂપાલા સર્કલ ઓફીસરના વચેટીયા તરીકે ચેમ્બરની બહાર ઉભો હોય તેમને પરસોત્તમભાઇ એ15 હજાર આપતા રકમ ગણી ખીસ્સામાં મુકતા એસીબી ની ટીમે પંચોની હાજરીમાં તાલુકા પંચાયતના સદસ્યને રંગે હાથે ઝડપી પાડેલ અને તેમણે રકમ મારી નહી પરંતુ સર્કલ ઓફીસરની હોય તેમ કહેતા એસીબીની ટીમે સર્કલ ઓફીસરને પણ ઝડપી પાડી બંન્ને વિરૂધ કાર્યવાહી હાથ ધરેલ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો