તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • આકર્ષણ| જૂનાગઢથી મોકલાવેલા સિંહના બદલામાં મળ્યા હતા દુર્લભ પક્ષીઓ, દુનિયામાં માત્ર દક્ષિણ અમેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકર્ષણ| જૂનાગઢથી મોકલાવેલા સિંહના બદલામાં મળ્યા હતા દુર્લભ પક્ષીઓ, દુનિયામાં માત્ર દક્ષિણ અમેરિકાના વર્ષાવનમાં જોવા મળે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કિશન પરમાર,માનસી દવે| જૂનાગઢ

જૂનાગઢનાંસક્કરબાગ ઝૂમાં લાખોની કિંમતનો બ્લુ યેલો મકાઉ પ્રજાતિનો પોપટ રાખવામાં આવ્યો છે. દુર્લભ ગણાતો પોપટ દક્ષિણ અમેરિકાના વર્ષા જંગલોમાં જોવા મળે છે. ઇટાવા જંગલમાં મોકલેલા સિંહના બદલામાં અલગ અલગ પ્રજાતિના પોપટ કાનપુર અને લખનઉ ઝૂમાંથી આવ્યા હતા. જેમાં બ્લુ યેલો મેકોઉનો પણ સમાવેશ થાય છે.

સામાન્ય રીતે પાલતુ પશુઓની કિંમત લાખોમાં હોવાની અનેક વાતો સાંભળી હશે. પરંતુ ક્યારેય એવું નહીં સાંભળ્યું હોય કે, પોપટની કિંમત લાખોમાં હોય. પણ 2 કે 5 લાખ નહીં. પૂરા 40-50 લાખ તો વાત સાંભળી આંખોના ભવાં ચઢી જાય. પણ વિશ્વાસમાં આવે એટલો કિંમતી પોપટ સક્કરબાગ ઝૂમાં છે.

બ્લુ યેલો મેકોઉ તરીકે ઓળખાતા પોપટની કિંમત લાખોમાં છે. પ્રજાતિનો તે કદમાં સૌથી મોટો પોપટ છે. સક્કરબાગ ઝૂમાં પોપટ ઇટાવા પ્રાણી સંગ્રહાલયને અપાયેલા સિંહના બદલામાં લખનઉ ઝૂમાંથી મળ્યા છે. દક્ષિણ અમેરિકાના વેનઝુએલા, યેટ, બ્રાઝિલ, બોલીવીયા, અાર્જેન્ટીના, વગેરે દેશોનાં વર્ષા જંગલોમાં બ્લુ યેલો મેકોઉનું મુળ સ્થાન છે. પોપટનું કદ દુનિયાનાં અન્ય પોપટ કરતાં મોટું હોય છે. અને તેનો ખોરાક તમામ ફળો, તેનાં બી, વગેરે છે.

બ્લુ યેલો મેકોઉને વિદેશોમાં પાળવાનો ક્રેઝ છે. જોકે, તેની કિંમત વધુ હોવાથી સામાન્ય લોકો તેને પાળી પણ નથી શકતા.

વૈજ્ઞાનિક નામ : અરાઅરારોના, લીનાયસ

આયુષ્ય: 30થી 35 વર્ષ

મહતમઆયુષ્ય : 50વર્ષ

ઓળખ: શરીરનોબ્લુ અને પીળો રંગ, ચાંચનો રંગ સફેદ અને કાળો

કદ: 76થી 86 સેમી

વજન: 900ગ્રામ થી 1.5 કિલોગ્રામ

વર્તણૂંક: રંગનીમાત્રા પક્ષીની શારિરીક સ્વસ્થતા અને પ્રજનન માટેની પાત્રતા

બ્લુ યેલો મેકોઉની વિશેષતા

પક્ષીની કિંમત લાખોમાં હોય છે

પક્ષીઓદુર્લભ પ્રજાતિનાં અને અમૂલ્ય કિંમતના હોય છે જેની કિંમત લાખોમાં હોય છે. -એ. પી. સિંહ, મુખ્ય વન સંરક્ષક, જૂનાગઢ

સક્કરબાગમાં લાખોની કિંમતનો દક્ષિણ અમેરિકી મેકોઉ પોપટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો