તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • અગ્નિસ્નાન કરનાર યુવાનનું મોત થતાં લાશ સ્વિકારવા પરિવારજનોનો ઇન્કાર

અગ્નિસ્નાન કરનાર યુવાનનું મોત થતાં લાશ સ્વિકારવા પરિવારજનોનો ઇન્કાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરના કોઠારીયા ગામે રહેતા દલિત યુવાનને ગામના 4 શખ્સોએ જુગારની બાતમી કેમ આપી હોવાનું કહી માર માર્યો હતો. બાદ દલિત યુવાને અવારનવાર મારી નાખવાની ધમકી આપતા હતા. આથી યુવાને કંટાળી જઇ પોતાની શરીરે આગ ચાંપી સળગી જતા તાત્કાલીક સારવાર માટે જૂનાગઢ સિવીલ હોલસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. માણાવદર તાલુકાના કોઠારીયા ગામે રહેતા જગદિશભાઇ ભોજાભાઇ રાઠોડ નામના યુવાનનું સિવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જગદિશભાઇના મોતને લઇને હોસ્પિટલમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. યુવાનના મોતને લઇને દલિત સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારમાં કમાનાર એકના એક સભ્યનું મોત થતા વિવિધ માંગણીઅોને લઇને રજૂઆત કરવા કલેકટર કચેરી ખાતે દોડી ગયા હતા. જયાં જમીન, સહાય સહિતની માંગણીઓ રજૂ કરી હતી. પરંતુ કલેકટરે જમીન અંગે દરખાસ્ત ન આપતા પરિવારજનોમાં નારાજગી જોવા મળી હતી અને લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ બાદમાં કલેકટરે માંગણી સંતોષવા લેખીત ખાત્રી આપતા પરિવારજનોએ લાશ સ્વીકારી હતી. દલિત સમાજના આગેવાનો સાથે પરિવાર કલેકટર કચેરી ખાતે રજૂઆતો કરવા દોડી ગયા હતા અને રજૂઆતો દરમિયાન કલેકટરની ચેમ્બરમાં મૃતક યુવાનના પિતા ભોજાભાઇ રડી પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...