તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh 2000થી પણ વધુ મુલાકાતીઓએ પૌરાણીક વાવના પ્રદર્શનને માણ્યું

2000થી પણ વધુ મુલાકાતીઓએ પૌરાણીક વાવના પ્રદર્શનને માણ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્ટર ફોર આર્ટ એન્ડ આર્કીયોલોજી,અમેરિકન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયન સ્ટડી અને જૂનાગઢ મ્યુઝિયમના સંયુકત ઉપક્રમે શહેરના સરદાર બાગ સ્થિત ઓપેરા હાઉસ ખાતે શનિવારથી ત્રિ દિવસીય પૌરાણીક વાવોના પ્રદર્શનનો પ્રારંભ થયો છે. ગૃહ ફાઇનાનન્સ લિમીટેડના સહયોગથી યોજાયેલ પ્રદર્શનને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ ખુલ્લું મુક્યું હતું. આ અંગે કયુરેટર કિરણ વરિયાએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં પાટણની રાણકી વાવ, અડાલજની રૂડી બાઇની વાવ તેમજ અન્ય વાવો, જૂનાગઢ અને આસપાસની પૌરાણીક વાવો જોવા મળશે. પ્રદર્શનનું આકર્ષણનું કેન્દ્ર છે થ્રીડી ટેકનોલોજી. આ ટેકનોલોજીના કારણે તમે વાવની અંદર ઉભા હોવ તેવી અનુભૂતિ થાય છે. પ્રથમ દિવસે 2000થી વધુ મુલાકાતીઓએ આવીને વાવના પ્રદર્શનને નિહાળી રોમાંચિત થયા હતા. આ તકે એસ.પાંડીયને જણાવ્યું હતું કે જલ હૈ તો કલ હૈ,પાણીની તંગી દર વર્ષે વધતી જાય છે ત્યારે પાણીનું સંરક્ષણ કઇ રીતે કરવામાં આવતું હતું તે આ પૌરાણીક વાવો પરથી જાણી તે મુજબ પાણી બચાવવા લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. હજુ રવિ અને સોમ એમ બે દિવસ સવારના 9 :30 થી સાંજના 5 : 30 સુધી તમામ લોકો નિ:શુલ્ક રીતે આ પ્રદર્શનને માણી શકશે.

થ્રીડી ટેકનોલોજીથી વાવને નિહાળી લોકો થયા રોમાંચિત
અન્ય સમાચારો પણ છે...