તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ યુનિ.માં ત્રિદિવસીય વર્કશોપનો પ્રારંભ થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનાં 110 કુષિ વિજ્ઞાન કેન્દ્રનાં સાયન્ટીસ્ટ અને હેડની પ્રેરક ઉપસ્થિતી

કૃષિ યુનિ.નાં સંશોધન અને ખેડૂતો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની

જૂનાગઢકૃષિ યુનિવર્સિટીમાં ત્રણ દિવસીય ગુજરાત અને રાજસ્થાનનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનો એન્યુઅલ ઝોનલ વર્કશોપનો શનિવારથીપ્રારંભ થયો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. એ. આર. પાઠકે દીપપાગટય કરી વર્કશોપને ખુલ્લો મુક્યો હતો. કુલપતિએ જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી નવી જાતો અને નવી ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનું છે.આ વર્કશોપમાં ડો. એ. એમ. પારખિયા, ડો. એ. કે. સિંઘ, ડો.લખનસિંહ, ડો. એસ. કે. સિંઘ, ડો. રાધાક્રિષ્નન, ડો. પી.આર. કાનાણી, આર. જી. ગોહિલ સહિતનાં હાજર રહ્યાં હતાં. વર્કશોપમાં 110 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનાં સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ ઉપસ્થિત રહ્યાં હતાં.

ત્રિદિવસીય વર્કશોપમાં ઉપસ્થિત દેશભરનાં કૃષિ વૈજ્ઞાનિકો. તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...