તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વંથલીમાં અડધો ઇંચ,જૂનાગઢમાં ઝાપટાં, કેશોદ, માળિયા, માણાવદર, ભેંસાણમાં મેઘો મંડાયો

વંથલીમાં અડધો ઇંચ,જૂનાગઢમાં ઝાપટાં, કેશોદ, માળિયા, માણાવદર, ભેંસાણમાં મેઘો મંડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારનાં ડોળાસામાં 4 ઇંચ વરસાદ

વેધર રીપોર્ટર| ડોળાસા, જૂનાગઢ

કોડીના઼રનાંડોળાસા પંથકમાં પ્રથમ વરસાદેજ મેઘરાજા ઓળઘોળ થયા હોય એમ 92 મીમી પાણી પડી ગયું હતું. જેને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગઇકાલ તા. 9 જુને બે ઇંચ વરસાદથી મેઘો મંડાયા બાદ આજે વધુ 4 ઇંચ વરસાદ થતાં ખેડૂતો વાવણીકાર્યમાં લાગી ગયા છે. વરસાદને પગલે ગરમીથી લોકોને રાહત મળી છે. આજે સવારે 10વાગ્યાથી મેઘો મંડાયો હતો. જે બપોરે 12:30 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. સતત વરસાદને પગલે ડોળાસાનાં નીચાણવાળા વિસ્તારોનાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. તો ગામમાં પણ પાણી ભરાયા છે. વરસાદ શરૂ થતાં ખેડુતો પણ વાવણીકાર્યમાં લાગી ગયા છે.જૂનાગઢમાં ચોમાસુ બેસી ગયું છે. છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સારો વરસાદ પડ્યો હતો. રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. વરસાદનાં કારણે વાતાવરમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શુક્રવાર બાદ શનિવારે પણ જૂનાગઢમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદ પડવાનું શરૂ થયું હતું. 15 મિનીટ વરસાદ ચાલુ રહ્યો હતો. સવારે સારો વરસાદ પડતા રસ્તા પર પાણી દોડવા લાગ્યા હતાં. તેમજ રસ્તાની બાજુમાં ખાબોચ્યા ભરાઇ ગયા હતાં. સાર્વજનીક પ્લોટમાં પણ પાણી ભરેલા રહ્યાં હતાં. જૂનાગઢમાં હજુ વરસાદ થવાની સંભાવનાં છે. ઉપરાંત જૂનાગઢ જિલ્લાનાં વંથલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે કેશોદ, માળિયા, માણાવદર, ભેંસાણ સહિતનાં પંથકમાં વરસાદી ઝાપટા પડ્યાં હતાં. જૂનાગઢમાં 3 મીમી, કેશોદમાં 9 મીમી, માળિયામાં 9 મીમી, માણાવદરમાં 8 મીમી અને વંથલીમાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. હજુ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...