તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢનાં પત્રકારની હત્યાનો મુખ્ય આરોપી પેરોલ પરથી ફરાર

જૂનાગઢનાં પત્રકારની હત્યાનો મુખ્ય આરોપી પેરોલ પરથી ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
8 માસ પહેલા હત્યાનાં ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો હતો

પરિવારજનોએ તંત્ર સમક્ષ પોલીસ રક્ષણની માંગણી કરી

8માસ પહેલાં જૂનાગઢનાં પત્રકારની હત્યાનો મુખ્ય આરોપી જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ હાજર થતાં મૃતકનાં પરિવારજનોએ પોલીસ રક્ષણની માંગણી કરી છે. જૂનાગઢનાં પત્રકાર કિશોર દવેની 8 માસ પહેલાં હત્યા થઇ હતી. બનાવમાં પોલીસે તેનાજ ભાગીદાર ફિરોઝ કાસમ હાલાની ધરપકડ કરી હતી અને તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કર્યો હતો. તે થોડા વખત પહેલાં પેરોલ પર છૂટ્યો હતો.

પરંતુ પેરોલ પૂરી થવા છત્તાં હાજર નહોતો થયો. આથી આરોપી દ્વારા પોતાનાં કુટુંબીજનોને હેરાન પરેશાન કરવામાં આવશે એવી ભિતી દર્શાવી મૃતકનાં ભાઇ પ્રકાશ દવે દ્વારા પોલીસ રક્ષણની માંગણી કરવામાં આવી છે. પત્રકારની હત્યાનો મુખ્ય આરોપી જેલમાં હોય અને પેરોલ પર છુટ્યા બાદ પરત આવતાં મૃતકનાં પરિવારજનો અસુરક્ષાની ભિતી અનુભવી રહ્યા છે. આરોપીની ધરપકડ બાદ ઘણા સમયથી જેલમાં હતો જોકે પેરોલ પર છુટયા બાદ ફરાર થઇ જતાં પરિવારે રક્ષણની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...