તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં કોંગ્રેસે કલેક્ટર કચેરીના ગેઇટ સામે ડુંગળી અને ધાણા ઠાલવ્યાં

જૂનાગઢમાં કોંગ્રેસે કલેક્ટર કચેરીના ગેઇટ સામે ડુંગળી અને ધાણા ઠાલવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશનાખેડુતો પર થયેલા ખેડુતો પર પોલીસે ગોળીબાર કરી 6 ખેડુતોની હત્યા કરવાની ઘટના,તેમજ ગુજરાતમાં પણ સરકાર દ્વારા ખેડુતોનાં થતા શોષણના વિરોધમાં જૂનાગઢમાં આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીના ગેઇટ ડુંગળી અને ધાણા ,અને તુવેરનો ઢગલો કર્યો હતો. અને સરકારને તાયફાઓ બંધ કરી ખેડુતોને પોષણક્ષમ ભાવ આપી નુકશાનથી બચાવવા માંગ કરી હતી.

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ખેડુતોને તેની જણસના પુરતા ભાવ આપવા મુદ્દે તેમજ મધ્યપ્રદેશના મંદસોરમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ખેડુતોને કેટલાક અસમાજિક ઉશ્કેર્યા હતા.પોલીસે આડેધડ ગોળીબાર કરતા 6 નિર્દોષ ખેડુતનો ભોગ લેવાયો હતો બન્ને ઘટનાના વિરોધમાં આજે કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રિબડીયા, જવાહર ચાવડા, બાબુભાઇ વાજા,જિલ્લા પંચાયત પ્રમુખ વલ્લભ દુધાત,કાન્તી બોરડ સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કચેરીના ગેઇટ સામે ડુંગળી, ધાણા અને તુવેરનો ઢગલો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલેક્ટર ડો.રાહુલ ગુપ્તાને આવેદનપત્ર પાઠવ્યું હતુ જેમાં તેમણે સરકારને તેના ખોટા તાયફાઓ બંધ કરી તેમાથી બચત થતી રકમના 25 ટકા ખેડુતોના વિકાસમાં વાપરવામાં માંગ કરી હતી. કોંગ્રેસે ભાજપ સરકારની સામે વિવિધ આક્ષેપો પણ કર્યા હતા. અને એમપીની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી હતી.

તાયફા બંધ કરી બચતના 25 ટકા ખેડુતોને પુરતા ભાવ આપો : કોંગ્રેસ

એમપીમાં ખેડુતો પર ગોળીબાર, ખેડુતોને પાકના પુરતા ભાવ આપવા મુદ્દે

અન્ય સમાચારો પણ છે...