તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આલ્ફા સ્કુલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
300 તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

જૂનાગઢનીઆલ્ફા હાઇસ્કુલ દ્વારા તા.11 જૂનના સવારે 9:30 કલાકે કૃષિ યુનિ.ના ઓડિટોરીયમ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2017માં લેવાયેલી ધો.10 અને ધો.12નસ પરીક્ષામાં 80 ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર 300 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ અને ઉદધાટક તરીકે મેયર આદ્યશક્તિબેન મજમુદાર ઉપસ્થિત રહેશે. સન્માન સમારોહમાં પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી, અરવિંદભાઇ લાડાણી, કિરીટભાઇ પટેલ, નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ જે.પી.મૈયાણી, કૃષિ યુનિ.ના ડો.એ.આર.પાઠક, શશીકાંતભાઇ ભીમાણી, રતિભાઇ સુરેજા, ડો.ડી.પી.ચીખલીયા, જ્યોતિબેન વાછાણી, પ્રદિપભાઇ ખીમાણી સહીતના મહેમાનો હાજર રહેશે. આલ્ફા હાઇસ્કૂલના ધો.10 અને ધો.12ના તેજસ્વી વિદ્યાર્થીઓએ તેના માતા-પિતા સાથે સન્માન સમારોહમાં સમયસર ઉપસ્થિત રહેવા આલ્ફા હાઇસ્કૂલના સંચાલક જી.પી.કાઠીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...