તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાંથી વધુ બે બાઇકની ઉઠાંતરી, ચોર પકડાતા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહનચોરીના ગુન્હા વધ્યા, ડિટેક્ટશનનું પ્રમાણ નહીંવત

જૂનાગઢમાંથીવધુ બે બાઇક ચોરીના બનાવો વધ્યા છે. તસ્કરો અવારનવાર વાહન ચોરીને અંજામ આપી રહ્યા છે.શહેરમાંથી વાહનચોરી નથી ઘટતી કે ચોરાયેલી બાઇક પરત મળતી નથી. પોલીસનો રેકોર્ડ વાહનચોરીના ગુન્હા ડિટેક્શનમાં ખુબ નબળો રહ્યો છે. જૂનાગઢમાં બાઇક ચોરીની ઘટના ચિંતાજનક રીતે વધી રહી છે. જોકે જૂનાગઢ પોલીસવાહનચોરી અટકાવી શકતી નથી કે પછી ચોરીના બાઇક ડિટેક્શન કરી શકતી નથી. વાહનચોર અવાર નવાર બાઇક અને કારને નિશાન બનાવી રહ્યા છે. આજે શહેરમાં વધુ બે બાઇકચોરીની ફિયાદ નોંધાઇ છે. પ્રથમ બનાવમાં જૂનાગઢના જલારામ સોસાયટીમાં રહેતા નિલેશભાઇ ઠકરારનું જીજે 11 એએન2602 નંબરનું બાઇક હેઠાણ ફળિયામાંથી કોઇ શખ્સ ચોરી કરી ફરાર થઇ ગયું હતુ તો અન્ય એક બનાવમાં ગાયત્રીનગરમાં રહેતા પ્રતાપસિંહ મોહનાઇ ભરાડનું જીજે 11 ડીડી 9932 નંબરનું બાઇક સરદારબાગ પોસ્ટ ઓફિસ પાસેથી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...