• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ શહેરમાં ગરમીની સાથે લીંબુનાં ભાવ વધ્યા, 80નાં કિલો

જૂનાગઢ શહેરમાં ગરમીની સાથે લીંબુનાં ભાવ વધ્યા, 80નાં કિલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા પખવાડીયામાં બે ગણા ભાવ સાથે લીંબુનું વેંચાણ વધ્યું

માર્ચનાંઅંતિમ દિવસોમાં ગરમીની સીઝન દિનપ્રતિદિન આકરી બની રહી છે. લીંબુ એટલે ભરપૂર વિટામીન-સી આપતું અનોખું ફળ. લીંબુનો સૌથી વધુ ઉપયોગ ઉનાળામાં અને ચોમાસા દરમિયાન થાય છે. જેથી મહિ‌નાઓમાં લીંબુના ભાવ સામાન્ય રીતે પ્રતિ કિ.ગ્રા.ના રૂ. 50થી 70ની આસપાસ રહે છે. ક્યારેક માંગ સામે ઉત્પાદન ઓછું હોય ત્યારે લીંબુનો ભાવ વધીને રૂ. 80સુધી પહોંચે છે. બજારમાં માંગ મુજબ લીંબુનો પુરવઠો ઓછો આવવાને કારણે તેના ભાવ ઝડપથી વધી રહ્યા છે. શિયાળાની વિદાય વેળા રૂ. 40નાં કિલોનાં ભાવે મળતા લીંબુનો ભાવ પખવાડીયામાં વધ્યો છે. પહેલાં વધીને રૂ. 60, પછી 70, ત્યારબાદ 80 રૂપિયાએ પહોંચી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...