અંગ દઝાડતી ગરમીથી લોકો આકુળ વ્યાકુળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ગરમી ઘટી,આગામી દિવસોમાં ગરમી ફરી સપાટો બોલાવશે

જૂનાગઢમાં સૂર્યનારાયણ દેવતાની સંચારબંધીથી રાજમાર્ગો સુમસામ

જૂનાગઢમાંછેલ્લા થોડા દિવસોથી ગરમી તોબા પોકરાવી રહી છે. મંગળવારે 42.2 ડિગ્રી સુધી પહોંચ્યા બાદ તાપમાનનો પારો થોડો નીચો આવ્યો છે, પરંતુ આગામી દિવસોમાં ફરી ગરમી સપાટો બોલાવશે. માર્ચનું અંતિમ સપ્તાહ અત્યંત ગરમ રહેવા પામ્યું છે.અંગ દઝાડતી ગરમીના કારણે લોકો આકુળ વ્યાકુળ થઇ ગયા છે.સોમ અને મંગળ વારે આકરી ગરમી પડતા લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. મંગળવારે તો તાપમાનનો પારો 42.2 ડિગ્રીએ પહોંચી જતા લોકો પરસેવે નીતરી ગયા હતા. માર્ચના અંતિમ દિવસોમાં સૂર્યનારાયણ દેવતાના રેોદ્ર રૂપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.આકરા તાપથી બપોરના સમયેતો માર્ગો પર સંચારબંધી લાગુ હોય અને રાજમાર્ગો સુમસામ બની ગયા હોય તેવા દ્રશ્યો સામાન્ય થઇ ગયા છે.મંગળવાર બાદ ગરમીમાં થોડો ઘટાડો નોંધયો છે પરંતુ આગામી સમયમાં ગરમી ફરી સપાટો બોલાવશે તેમ હવામાન વિભાગ દ્વારા જાણવા મળેલ છે.બુધવારે ન્યુનતમ તાપમાન 22.9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી રહેવા પામ્યું હતું.

માર્ગો પર સ્વયંભૂ કરફ્યું લાગી ગયુ હતું. તસ્વીર: મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...