• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢનાંDYSPનું વેપારી અને સામાજીક સંસ્થાઓએ કર્યુ સન્માન

જૂનાગઢનાંDYSPનું વેપારી અને સામાજીક સંસ્થાઓએ કર્યુ સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેમ્બર ઓફ કોમર્સનાં હોલમાં યોજાયો હતો કાર્યક્રમ

જૂનાગઢનીવેપારી આલમ અને નગરજનોને સેવાના અંતિમ દિવસ સુધી હાલ મુજબજ ભયમુકત વાતાવરણ પુરૂ પાડીશ તેવી ખાત્રી પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં જૂનાગઢના ડીવાયએસપી આપી હતી.

જૂનાગઢ ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી અજય ગખ્ખરને તાજેતરમાંજ રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જૂનાગઢમાં તેમના ફરજકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વધુ સંગીન બની છે. જેને લઇને જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ વિવિધ એસોસીએશન દ્વારા ડીવાયએસપી અજય ગખ્ખરનુ઼ં ચેમ્બરના હોલમાં સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે પ્રમુખ કનુભાઇ દોમડીયા,મંત્રી બી.જે.દેસાઇ,સંજય પુરોહિત,ધીરૂભાઇ ઠેસીયા વગેરેએ પ્રમાણપત્ર આપી, શાલ ઓઢાડી,મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.સન્માનના પ્રતિભાવમાં અજય ગખ્ખરે જણાવ્યું હતું કે જૂનાગઢ પીટીસીમાં તાલીમથી લઇ નોકરીની શરૂઆત કરી હતી. હવે અંતિમ તબક્કો પણ જૂનાગઢમાંજ પસાર થઇ રહ્યો છે ત્યારે જૂનાગઢની જનતા તેમજ વેપારી આલમને કારકિર્દીના અંતિમ દિવસ સુધી ભયમુકત વાતાવરણ પુરૂ પાડવાની ખાત્રી આપુ છુ઼ં.

અન્ય સમાચારો પણ છે...