• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • નરસિંહ યુનિવર્સિટીમાં સેમેસ્ટર 2ની પરીક્ષાનું ફોર્મ ભરવાનું શરૂ

નરસિંહ યુનિવર્સિટીમાં સેમેસ્ટર 2ની પરીક્ષાનું ફોર્મ ભરવાનું શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિ.માં સેમેસ્ટર-2ની તૈયારીનો આરંભ

31 માર્ચ સુધીમાં નિયત ફી, 3 એપ્રિલ સુધીમાં લેઇટ ફી ભરવી

જૂનાગઢનરસિંહ યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 2ની પરીક્ષા ફીનું ફોર્મ ભરવાનું શરૂ થયું છે. 31 માર્ચ સુધીની અંતિમ તારીખમાં નિયત ફી ભરી દેવાની રહેશે અને 3 એપ્રિલ સુધીમાં લેઇટ ફી ભરી દેવાની રહેશે.

જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 2ની પરીક્ષાનું આયોજન થઇ રહ્યું છે. પરીક્ષા ફી ભરવાની અંતિમ તારીખ પણ જાહેર કરી દીધી છે. જેમાં બીકોમ, બીઆરઅેસ, બીએની નિયત ફી 220 રૂપિયા, બીકોમ(કોમ્પ્યુટર), બીએસસી, એલએલબી, બીએ(હોમ સાયન્સ)ની નિયમ ફી 270 ભરવાની રહેશે. બીબીએ, બીએસસી(એચએસ)ની નિયત ફી 320 ભરવાની રહેશે. બીએસડબલ્યુની 420 રૂપિયા, બીસીએની 720 રૂપિયા અને બીએસસી(આઇટી)ની 770 રૂપિયા ફી ભરવાની રહેશે. 31 માર્ચ સુધીની મર્યાદામાં રેગ્યુલર ફી ભરવાની રહેશે. જ્યારે લેઇટ ફી સાથે 500 રૂપિયા વધારાનાં તા. 3 એપ્રિલ સુધીમાં ભરવાની રહેશે. જેમાં કોલેજોએ વેબસાઇટ પર ઓનલાઇન એન્ટ્રી કરવાનો પરીપત્ર નરસિંહ મહેતા યુનિવર્સિટીએ જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...