• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગંદકીથી અરજદારો હેરાન પરેશાન

જૂનાગઢની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગંદકીથી અરજદારો હેરાન - પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુફિયાણી વાતો વચ્ચે સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાનનો અનાદર

જૂનાગઢનીમુખ્ય પોસ્ટ ઓફીસમાં પાનમાવાની પીચકારીની દિવાલો રંગાઇ છે. સરકારી કચેરીઓ સ્વચ્છતા અભિયાનની વિરૂદ્ધ હોય તેમ જણાય છે. જેનાં કારણે અરજદારો પણ ત્રસ્ત છે.

સરકારી કચેરીઓમાં જ્યાં ત્યાં પાનમાવાની પીચકારી જોવા મળે છે. પાનમાવાને કારણે સફેદ દિવાલનો રંગ બદલી ગયો છે. આવી કચેરીઓમાં પાન,માવા, બીડી કે સીગરેટ પર પ્રતિબંધ હોય છે. છતાં જાહેર હીતની જગ્યાએ વધુ વપરાશ થાય છે.

જૂનાગઢમાં પોસ્ટ વિભાગની મુખ્ય કચેરીએ આવતા દિવાલ પર પાનમાવાની પીચકારી જોવા મળે છે. સરકારી કચેરીઓમાં કર્મચારીઓ દ્વારા તેનો વપરાશ થતું હોવાનું માલુમ પડે છે. કચેરીમાં સ્વચ્છતા અભિયાન લાગુ પડતુ તેમ જણાઇ છે. સરકાર દ્વારા સ્વચ્છતા અંગેની સુફિયાણી વાતો કરવામાં આવે છે પરંતુ અમલ થતો નથી. કચેરીઓમાં ગંદકી જોવા મળી રહી છે.

પાન-માવાની પીચકારીની ગંદકી નજરે પડે છે. તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...