• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • આખરે જોષીપરા કન્યા છાત્રાલયથી શાંતેશ્વર સુધીના રોડનું કામ શરૂ થયું

આખરે જોષીપરા કન્યા છાત્રાલયથી શાંતેશ્વર સુધીના રોડનું કામ શરૂ થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રજુઆતો છતાં 2 માસથી કામ શરૂ થતું હતું : અખબારી અહેવાલ બાદ તંત્ર જાગ્યું

જૂનાગઢનાજોષીપરા વિસ્તારમાં છેલ્લા બે માસથી રોડનું કામ બંધ હતું . અંગે સ્થાનીક કોર્પોરેટર તેમજ રહેવાસીઓએ અનેક રજુઆતો કરી હતી,તેમ છતાં કોઇ ઉકેલ આવતા દિવ્ય ભાસ્કરે અંગેનો અહેવાલ પ્રકાશીત કર્યો હતો.આ અહેવાલને પગલે તંત્ર દોડતું થયું હતું અને રોડનું કામ શરૂ કર્યું છે.

શહેરના જોષીપરા કન્યા છાત્રાલયથી શાંતેશ્વર સુધીનો રસ્તો નવો બનાવવા માટે ખોદકામ કરવામાં આવેલ હતું. બાદમાં કોઇ કારણોસર કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. રોડ બનવાના કારણે વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.આ અંગે અનેકો વખત તંત્રને રજુઆતો કરવામાં આવી હતી છતાં કોઇ કારણોસર 2 મહિના સુધી રોડ બનતા અંગે વિસ્તારના કોર્પોરેટરોએ દિવ્ય ભાસ્કરને જાણ કરી હતી. પ્રજાના પ્રશ્નોને વાચા અાપવા દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેના પગલે કોર્પોરેશને તુરત કામગીરી શરૂ કરી છે.આમ લોકોની સમસ્યાનો અંત આવતા કોર્પોરેટર તેમજ સ્થાનીક લોકોએ દિવ્ય ભાસ્કરનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...