• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જોષીપરા અન્ડરબ્રીજની બીજી દિવાલનાં કામનો પ્રારંભ

જોષીપરા અન્ડરબ્રીજની બીજી દિવાલનાં કામનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહનો પસાર થતા સર્જાયો ટ્રાફિક જામ

જૂનાગઢનાજોષીપરા અન્ડરબ્રિજની દીવાલ ધારાશાયી થયા બાદ થોડા સમય પહેલા એક દીવાલનું કામ કરાયા બાદ વધુ એક દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છેે.જોકે અહિથી પસાર થતા હોવાથી ટ્રાફિક જામ સર્જાઇ છે. તેમ અકસ્માત થવાની શક્યતા પણ સેવાઇ રહી છે.જૂનાગઢના જોષીપરા અન્ડરબ્રિજની દીવાલ ગત ચોમાસામાં પાણીના ભરાવાના કારણે ધરાશાઇ થઇ ગઇ હતી.જેમાં મોટી જાનહાની થઇ હતી. ઘટના બાદ તંત્ર દ્વારા થોડા સમય પહેલા નવી સીસી દીવાલ ઉભી કરાઇ હતી જોકે વધુ એક દીવાલ પણ જર્જરીત હોવાથી તે દીવાલ પાડી નવી દીવાલ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે જોકે દિવસભર અહીંથી નાના મોટા વાહનો પસાર થતા હોય છે.જેના કારણે ટ્રાફિક જામ સર્જાઇ છે. તેમજ કામ કરતી વખતે દુર્ઘટના સર્જાવવાની શક્યતા પણ રહે છે. અહી તંત્રઅે રસ્તોબંધ હોવાનું બોર્ડ તો મુક્યો પણ તે માત્ર શોભાના ગાઠીયા સમાન બની ગયું છે. કોઇ દુર્ઘટના સર્જાઇ તે પહેલા રસ્તો બંધ કરવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...