તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • માર્કેટીંગ યાર્ડમાં પાંચ દિવસ થવા છતાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટીંગ યાર્ડમાં પાંચ દિવસ થવા છતાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તંત્ર દ્વારા ટેકાનાં ભાવની ખરીદીની પોકળ જાહેરાત

માર્કેટીંગ યાર્ડમાં માત્ર બેનર લાગ્યા પરંતુ ખરીદી થતી નથી

જૂનાગઢમાર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી થતી નથી. 15મી માર્ચે જાહેરાત થયા બાદ હજુ સુધી ટેકાના ભાવે ખરીદી થઇ નથી. ટેકાનાં ભાવે ખરીદીનાં માત્ર બેનર લાગ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં ટેકાનાં ભાવે ઘઉંની ખરીદી થશે એવી જાહેરાત થઇ છે. તા. 15મી માર્ચથી 31 મે 2017 સુધી ઘઉંની ખરીદી થશે. 100 કિલોના રૂ. 1625 ભાવ મુજબનો જથ્થો ખેડૂત પાસેથી ખરીદવામાં આવશે એવી જાહેરાત થઇ ચૂકી છે.

ખેડૂતોએ જે તે ગોડાઉન પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાનાં ભાવે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થયેલા યુનિફોર્મ મુજબ ગુણવતા ધરાવતા ઘઉંની ખરીદી કરશે. પરંતુ જાહેરાતનાં પાંચ દિવસ થવા છતાં માર્કેટીંગ યાર્ડમાં ટેકાનાં ભાવે ઘઉંની ખરીદી થઇ નથી. યાર્ડમાં તપાસ કરી તો દરવાજાની સામે બેનર માર્યુ પરંતુ ખરીદી એકમ જોવા મળ્યું નથી.

તંત્ર દ્વારા ટેકાના ભાવે ખરીદી માત્ર જાહેરાત હોય કે કરવા ખાતર કરતા હોય તેમ જણાય છે. મુખ્ય દરવાજે ખરીદીનું માત્ર બેનર માર્યુ છે, પરંતુ ખરીદી કરવામાં આવી નથી. ટેકાનાં ભાવે ખરીદી થતાં ખેડૂતોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે. ભારે મહેનત કરી ખેડૂતોએ ધુમ ઉત્પાદન કર્યું હોવા છતાં પણ ઘઉની ટેકાનાં ભાવે ખરીદી થતાં મોટાભાગનાં ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો