તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • મનપાની બેદરકારી સામે આવી 1 મહિનાથી રોડ ખોદીને જેમનો તેમ રાખી દેવાયો છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપાની બેદરકારી સામે આવી 1 મહિનાથી રોડ ખોદીને જેમનો તેમ રાખી દેવાયો છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનાં જોષીપરામાં મુદ્ત વિતવા છતાં રોડનું કામ પુરૂ થયાનો આક્ષેપ

ટેન્ડર પ્રમાણે નિયત સમય મર્યાદામાં કામ કરનાર કોન્ટ્રાકટરને પેનલ્ટી થશે?

જૂનાગઢનાજોષીપરા વિસ્તારમાં મુદ્ત વિતવા છતાં રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનીક રહેવાસીઓમાં કોન્ટ્રાકટરની ઢીલી નીતી સામે રોષ જોવા મળી રહયો છે. મામલે જવાબદાર કોન્ટ્રાકટર પાસેથી પેનલ્ટી વસુલવામાં આવે તેવી માંગણી પણ લોકોમાં ઉઠવા પામી છે.

જોષીપરાના સામાજીક કાર્યકર ભાવેશ ગઢીયાએ જણાવ્યું હતું કે સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જૂનું જોષીપરા પાદર ચોકથી ડેલી ફળીયા સુધી સીસી રોડ બનાવવાનું કામ એક કોન્ટ્રાકટરને આપવામાં આવેલ છે.20 લાખની કિંમતનું કામ તેના નિયત સમય મર્યાદામાં પૂર્ણ થયેલ નથી. એક મહિના અગાઉ રોડ ખોદવામાં આવ્યા બાદ જેમના તેમ રાખી કામ છોડી દેવામાં આવ્યું છે.

સામાન્ય રીતે હાઉસ ટેક્ષ પણ મોડો ભરનાર પાસેથી દંડ/વ્યાજ વસુલવામાં આવે છે તો સમય મર્યાદા કામ પૂર્ણ કરનાર પાસેથી તંત્ર દંડ વસુલશેω તેવો સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે.

શું કહે છે નાયબ કાર્યપાલક ઇજનેર | આવુંકોઇ કામ બાકી હોવાનું મારે ધ્યાને નથી. અંગેની કોઇ ફરિયાદ પણ મળી નથી તેમ છતાં હું જોવરાવી લઉ છું . જો કાંઇ બાકી હશેતો તુરત કામગીરી કરવાની સુચના અપાશે. ડી.બી.ગોસ્વામી નાયબ કાર્યપાલક ઇજનેર,મનપા જૂનાગઢ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો