તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જિ.પં.ની કારોબારી બેઠકમાં 61 લાખનાં રસ્તા સહિતનાં કામો મંજુર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ.પં.ની કારોબારી બેઠકમાં 61 લાખનાં રસ્તા સહિતનાં કામો મંજુર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂના રસ્તા, લાઇટ, બોરનાં 29 કામોની મુદત જૂન સુધીની રહેશે

ગત બેઠકનાં 44 લાખનાં 23 કામો જુન સુધીમાં પુર્ણ કરવા ઠરાવ

જૂનાગઢજિલ્લા પંચાયતમાં કારોબારીની બેઠક મળી હતી. જેમાં રસ્તા, લાઇટ, બોર સહિતનાં 61 લાખનાં કામોને મંજુર કરાયા છે. જ્યારે જૂના 29 કામોની મુદત જૂન સુધીમાં પૂર્ણ કરવા ઠરાવ કરાયો છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત કારોબારીનાં અધ્યક્ષ શારદાબેન સવસાણીનાં અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં મેંદરડાનાં બરવાળામાં એલઇડી, માળીયાનાં કાત્રાસામાં વાડીનું મેટલીંગ, ભેંસાણનાં ભાટગામે બોરનું કામ, જૂનાગઢનાં ઇવનગરમાં ગામતળમાં જંગલ કટીંગ, ભેંસાણમાં ગરબી ચોકમાં પેવર બ્લોક, કેશોદનાં ચિત્રી ગામે પેવર બ્લોક, સુલતાનપુર અને ગોરેજમાં તળાવ રીપેરીંગ, બગડુમાં સ્મશાનમાં પેવર બ્લોક, લીલવામાં મેટલનું કામ, લાઠોદ્રામાં રસ્તાનું મેટલીંગ, મેણંદ, નાંદરખી અને માનખેત્રામાં રસ્તાનું મેટલીંગ કામોને મંજુરી મળી છે. તેમજ ગત બેઠકનાં 44 લાખનાં 29 કામો જૂન માસ સુધીમાં કરવાનો ઠરાવ કરાયો છે. કુલ 61 લાખનાં 45 કામોને મંજુરી મળી છે. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ વલ્લભ દુધાત, ડીડીઓ અજય પ્રકાશ વગેેરે અધિકારી-પદાધિકારી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો