તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વિશ્વ વન દિવસ: રાજ્યમાં દ્વિતીય નંબરે જૂનાગઢ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા એક વર્ષમાં 9 લાખ સીતાફળનાં રોપાનો ઉછેર કરવામાં આવ્યો

જૂનાગઢમાં હેક્ટરે 28 વૃક્ષની ગીચતા, બે વર્ષમાં 88 લાખ જેટલા વૃક્ષો ઉછેર્યા

ગુજરાતરાજ્યમાં કચ્છ જિલ્લા બાદ જૂનાગઢનું વન દ્વિતીય ક્રમે આવે છે. જિલ્લામાં પ્રતિ હેક્ટરે 28 વૃક્ષની ગીચતા નોંધાઇ છે. છેલ્લા બે વર્ષમાં 88 લાખ વૃક્ષોનો ઉછેેર કરાયો છે, જેમાં 9 લાખ સીતાફળનાં રોપાનો ઉછેર કરાયો છે. રાજ્યમાં કચ્છ બાદ જૂનાગઢનાં વનનો ક્રમાંક આવે છે. વનમાં દિવસેને દિવસે વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. જિલ્લામાં વનની ગણતરી પ્રમાણે 2013ની સાલમાં 234 લાખ વૃક્ષોની સંખ્યા છે. જેથી વૃક્ષની ગીચતા એકંદરે પ્રતિ હેક્ટર 28 થાય છે.

છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં 88 લાખ વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. જેમાં એક વર્ષમાં સૌથી વધુ સીતાફળનાં રોપાનો ઉછેર કરાયો છે. જિલ્લામાં ખેડૂતોને ઉપયોગી વૃક્ષોની જાત જેવી કે, વાંસ, સરગવો, લીમડો, નિલગીરી, લીંબુ, દાડમ, જાંબુનો ઉછેર થાય છે. તેમજ આયુર્વેદિક ઉપયોગીતા ધરાવતા વૃક્ષોમાં આંબળા, અરડુસીનાં વૃક્ષોનો ઉછેર થાય છે. ઉપરાંત વડ, પીપળ, રાયણ, ખાટી આંબલી જેવા ઘટાદાર દેશી વૃક્ષો જોવા મળ્યા છે.

2009ની ગણતરી પ્રમાણે 204 લાખ વૃક્ષો હતા

151 નર્સરીમાં રોપાનો ઉછેર |સામાજિક વનીકરણવિભાગ દ્વારા 151 નર્સરીમાં લીમડો, કાશીદ, ગુલમહોર, આસોપાલવ, ગરમાળો, અરડુસો, વડ, બોગનવેલ, ફુલછોડ, વાંસ, સવન, દેશી બાવળ, ગુગળ વગેરે 100થી વધુ વૃક્ષોનાં રોપાનો ઉછેેર થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો