તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ગ્લેન્ડર રોગનાં કારણે પોલીસનાં 30 જેટલા અશ્વનું રસીકરણ થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્લેન્ડર રોગનાં કારણે પોલીસનાં 30 જેટલા અશ્વનું રસીકરણ થયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢશહેરમાં ગ્લેન્ડર રોગ દેખાવાને કારણે તંત્રમાં દોડધામ મચી છે. ગ્લેન્ડર રોગ ફેલાય તે માટે તાલુકા અને શહેરમાં અશ્વને પ્રવેશબંધી ફરમાવી દેવાઇ છે. બેકટેરીયાથી ફેલાતો રોગ વધુ અશ્વને નડે નહીં તે માટે પશુ ડોક્ટરોની ટીમ દ્વારા અશ્વનું રસીકરણ કરી લોહીનું સેમ્પલ લેવામાં અાવે છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 30 અશ્વોનું દળ છે. જ્યાં પશુપાલન શાખાનાં ડોકટરોએ અશ્વનાં સેમ્પલ લઇ રસીકરણ કર્યુ હતું.

લોહીનાં નમુનાને એકત્ર કરી અમદાવાદ ખાતે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. બેક્ટેરીયાથી ફેલાતો રોગ અશ્વનાં શરીરમાં શ્વાસ મારફત પ્રવેશ કરી રોગશક્તિને ખતમ કરી નાંખે છે. પશુપાલન શાખાનાં ડો.પી વી.વઘાસીયા, ડો. અપારનાથી, ડો. ડાભી, ડો.એસ.એમ.વઘાસીયા, ડો.એમ.એલ.ગુજરાતી સહિતનાં પશુ ડોક્ટરની ટીમ દ્વારા અશ્વનાં સેમ્પલ લેવાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો